Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજ્‍યના ૨૯ શહેરોમાં આજથી આવશ્‍યક સેવાઓ સિવાય બધુ જ બંધ

રાજકોટઃ રાજ્‍ય સરકારે આજથી કુલ ૨૯ શહેરોમાં પાંચમી મે સુધી આકરા નિયંત્રણો લાદ્‌યા છે. એટલું જ નહીં રાત્રિના ૮ થી સવારના ૬ સુધીનો કર્ફયુ પણ લાદ્‌યો છે. તમામ ૨૯ શહેરોમાં આજથી તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ સેન્‍ટર, થિયેટર, ઓડિટોરીયરમ, બાગ-બગીચા, સ્‍પા, સલુન, બ્‍યુટી પાર્લર, મોલ વગેરે સજ્જડ બંધનો અમલ શરૂ થયો છે. જો કે, બેંકો, સરકારી-અર્ધ સરકારી કચેરીઓ, વિમા કંપનીઓમાં ૫૦ ટકા સ્‍ટાફ સાથે કામકાજ ચાલુ છે. જો કે, જરૂરી ચીજ-વસ્‍તુઓની દુકાનો જેમ કે, અનાજ-કરીયાણા, અનાજ-મસાલાની ઘંટી, દુધ, શાકભાજી, ફળ, પેટ્રોલ પંપ, ઘરઘથ્‍થુ ટીફીન સર્વિસ, ટેક એન્‍ડ અવે વગેરે ચાલુ છે. બજારોમાં આજથી ચહલપહલ ઘટતા હવે કોરોનાની ચેઇન તૂટશે તેવું જણાય છે.

  • આટલા શહેરોમાં મિનિ લોકડાઉન

અમદાવાદ

ગાંધીનગર

વડોદરા

સુરત

રાજકોટ

ભાવનગર

જામનગર

જૂનાગઢ

ગાંધીધામ

મહેસાણા

ભુજ

ભરૂચ

નવસારી

આણંદ

નડીયાદ

પાટણ

હિંમતનગર

વિરમગામ

મોરબી

સુરેન્દ્રનગર

અમરેલી

પોરબંદર

બોટાદ

વેરાવળ

પાલનપુર

ગોધરા

દાહોદ

છોટાઉદેપુર

વલસાડ

  • શું રહેશે બંધ

 કપડાની દુકાનો બંધ

 વાસણની દુકાનો બંધ

 મોબાઈલ શો રૂમ અને દુકાનો બંધ

 ટીવી - ફ્રીજ સહિતના ઈલેકટ્રોનિકસ શો રૂમ બંધ

 ઈલેકટ્રીક દુકાનો, ઈસ્ત્રીની દુકાનો બંધ

 હાર્ડવેર, મંડપ - ડેકોરેશનની દુકાનો બંધ

 સોની વેપારીઓની દુકાનો બંધ

 ગીફટની દુકાનો, હેર - સલૂન, બ્યુટી પાર્લર બંધ

 પાનના ગલ્લા અને ટી સ્ટોલ બંધ

 હોટલમાં જમવાનું બંધ

 બાગ - બગીચા - જીમ, પાથરણાં બજાર બંધ

 સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, ઓડીટોરીયમ બંધ

 સિનેમા હોલ, મોલ, મલ્ટીપ્લેકસ બંધ

  • શું રહેશે ચાલુ

 માણસોની અવર - જવર પર કોઈ પ્રતિબંધ નથી

 બેકરીની દુકાનો ચાલુ, દૂધ પાર્લર, મેડીકલ ચાલુ

 હોટલમાં પાર્સલ સુવિધા ચાલુ

 રીક્ષા, ખાનગી ટેકસી, ખાનગી બસો, સીટી બસઅને એસટી ચાલુ છે

 ૨૯ શહેરોમાં બેંકો અને સરકારી કચેરીઓ ચાલુ છે

 સીટી બસો ૫૦% ક્ષમતા સાથે જ ચાલશે

 

(4:24 pm IST)