Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

૧૮ વર્ષથી ઉપરના લોકો માટે કોરોના વેકિસન માટેનું રજીસ્ટ્રેશન આજે સાંજે ૪ વાગ્યાથી શરૂ થશે

રાજકોટ તા. ર૮ :.. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેકિસનેશન અનિવાર્ય ગણવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વસતા ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને વેકિસન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે ર૮ એપ્રિલથી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. CO-WIN  પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.

www. cowin.Gov.   વેબ સાઇટ ઉપર જવાથી રજીસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થઇ જાય છે.

૧૮ વર્ષથી ઉપરના લોકો આજે સાંજે ૪ વાગ્યાથી પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે તેવો ઓફીસીયલ મેસેજ આ વેબસાઇટ પોર્ટ ઉપરથી મળી રહ્યો છે.

ઘણાં લોકોએ આજે સવારથી જ  https://self registration.cowin.gov.in.  લીંક ઉપર કલીક કરીને રજીસ્ટ્રેશન માટે પ્રયત્ન શરૂ કરી દીધા હતાં. પરંતુ યોગ્ય રીતે રજીસ્ટ્રેશન લીંક કામ ન કરતી હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. અકિલા કાર્યાલય ખાતે પણ પુછપરછનો ધોધ વહયો હતો.

અકિલા કાર્યાલય દ્વારા પ્રેકટીકલી યોગ્ય તપાસ કરવામાં આવતા cowin એપ્લીકેશન ઉપર આજે સાંજે ૪ વાગ્યાથી ૧૮ વર્ષથી ઉપરના લોકોનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે તેવો મેસેજ ડીસ્પ્લે થઇ રહ્યો છે.

(3:37 pm IST)