Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોરોના જે ગતિથી પ્રસર્યો તેવી ગતિથી સંકેલાઇ પણ જશે

બીજી લહેરમાં મૃત્યુ દર ઓછો : લોકોમાં એન્ટીબોડીઝ બનવા લાગ્યા તે ફાયદામાં : મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશના આંકડા નોંધનીય : નવો સીરો સર્વે સારા સંકેત આપશે : કોરોના પર નજર રાખી રહેલા વિશેષજ્ઞોએ આપ્યા તારણો

નવી દિલ્હી તા. ૨૮ : કોરોના સંક્રમણની બીજી લહેર જેટલી ગતિથી ફેલાઇ રહી છે તેટલી જ ગતિથી સંકેલાઇ પણ જશે. કોરોના સંક્રમણ ઉપર નજર રાખી બેસેલા વિજ્ઞાનિકોના મતે ભલે ખુબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવાથી દેશનો સ્વસ્થ્ય વિભાગ હચમચી ગયો હોય. પરંતુ અહીં એ કહેવુ જરૂરી છે કે પહેલી લહેર કરતા બીજી લહેરમાં મૃત્યુના કિસ્સા ઓછા નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરીષ્ઠ અધિકારીએ જણાવેલ કે બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ મોટી રહી છે. પરંતુ આ લગાતાર ૧% આસપાસ ગણી શકાય. કેમ કે પહેલી લહેરમાં મૃત્યુદર ૩% હતો. જે ધીરે ધીરે ફેબ્રુઆરીથી નબળો પડી જવાથી ૧.પ% થઇ ગયો. એટલે કહી શકાય કે ખુબ ઝડપથી સંક્રમણ વધવા છતા બીજી લહેર પ્રમાણમાં ઓછી ઘાતક રહી છે. ૯૯% દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પાછા ગયા છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૧ માર્ચ પછી કોરોના સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ખુબ વધવા લાગી અને ૧૬ સપ્ટઠેમ્બરે ચરમસીમા હોય તેમ ૯૬ હજાર સુધી આંકડો પહોંચી ગયો હતો. જયારે આ વર્ષે ૨૫ એપ્રિલે ૩.૫૪ લાખ દૈનિક આંકડો પાર થઇ ગયો છે. સ્વાસ્થય મંત્રાલયના વરીષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે હજુ એ કહેવું મુશ્કેલ છે કે સંક્રમણ ચરમ સીમા સુધી પહોંચ્યુ છે કે કેમ? જો કે હવે  સંક્રમણ ઘટવાની શરૂઆત થઇ ચુકી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે તેના આધારે સારી આશા બાંધી શકાય.

પ્રથમ ચરણમાં ચરમ સીમા પર પહોંચ્યા  પછી ડીસેમ્બરમાં આઇસીએમઆરએ સીરો સર્વે કરાવ્યો હતો. જેમાં દેશભરમાં લગભગ ૨૧% લોકોમાં કોરોનાની એન્ટીબોડી જોવા મળેલ. ત્યારે હાલ દરરોજ ૩.૫૪ લાખ લોકો સંક્રમિત થઇ રહ્યા હોય તે જોતા વાઇરસની તેજ ગતિથી મોટા વસતીને તે આવરી લેશે. એટલે આ વખતે આઇસીએમઆર દ્વારા થનાર સીરો સર્વેમાં સારા પરિણામો મળી શકે.

ઇન્સ્ટીટયુટ ઓફ જીનોમિકસ એન્ડ ઇન્ટીગ્રેટીવ બાયોલોજીના નિર્દેશક અનુરાગ અગ્રવાલે જણાવ્યા અનુસાર ૨૧ % લોકોમાં કોરોના વારસ પહોંચ્યાના બે મહીના પછી સંક્રમણ એટલી તેજ ગતિથી વધવા માટે બે ત્રણ સ્પષ્ટ કારણ છે. એ કતો જે લોકો પહેલા ચરણમાં સંક્રમિત થયા તેમના શરીરમાં કોરોના સામે લડવાની એન્ટીબોડી સમાપ્ત થઇ ચુકી હોય શકે. એન્ટીબોડી કોઇના શરીરમાં લગભગ ૧૦૨ દિવસ સુધી રહે છે. એટલે આવા લોકો ફરીથી સંક્રમિત થવાની પુરી શકયતા રહે છે.  બીજુ એ કે કોરના વાઇરસમાં કેટલાટ મ્યુટેશન જોવા મળ્યા. યુકે અને ડબલ મ્યુટેંટ વરીએન્ટ બહુ વધુ સંક્રમિત જોવા મળ્યા. ત્રીજુ કારણ લોકોના વ્યવહાર અધાારીત છે. લોકોએ ધીરે ધીરે યોગ્ય વ્યવહાર પાલન બંધ કરી દીધુ. આ બેદરકારીથી સંક્રમણ વધી ગયુ.

(3:39 pm IST)