Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

૧લી મેના રોજ ભારતને મળશે vસી કોરોના વેકિસન સ્પુતનિક Vની પ્રથમ ખેપ

દિલ્હી, તા.૨૮: ભારતને રૂસી કોરોના વેકિસન સ્પુતનિક Vની પ્રથમ ખેપ ૧લી મેના રોજ મળશે. જયારે ૧ મેના રોજથી જ ભારતમાં વેકિસનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થવા જઇ રહી છે. જે હેઠળ  ૧૮ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. દેશમાં સ્પુતનિક સ્ની પ્રથમ ખેપ ૧લી મેના રોજ મળશે, જેની જાણકારી રશિયન ડાયરેકટ ઇનવેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરીલ દમિત્રીવે આપી. આ ખેતમાં કેટલા ડોઝ હશે, તેની માહિતી આપવામાં આવી નથી.

દમિત્રીવે કહ્યું કે, પ્રથમ ખેપની ડિલીવરી ૧ મેના રોજ કરાશે. સાથે જ તેમણે આશા વ્યકત કરી છે કે, આનાથી ભારતને મહામારીને માત આપવામાં મદદ મળશે. RDIF વિશ્વમાં સ્પુતનિક Vની માર્કેટિંગ કરી રહ્યું છે અને તેણે પાંચ મોટા ભારતીય નિર્માતાઓ સાથે વાર્ષિક ૮૫ કરોડથી વધુ વેકિસન ડોઝ તૈયાર કરવા માટે સમજૂતી કરી છે.

ઉપરાંત રૂસી ફર્માકયૂટિકલ ફર્મ ફર્માસિન્ટેઝે સોમવારે કહ્યું કે, રૂસની સરકારથી મંજૂરી મળતાં જ તે મેના અંત સુધીમાં ભારતને રેમડેસિવિર એન્ટીવાયરલ ડ્રગના એક મિલિયન પેક મોકલવા માટે તૈયાર છે. મેકિસકોની સરકાર દ્વારા આ પુષ્ટિ કરવામાં આવી છે કે, દેશમાં ઉપયોગ કરાયેલ તમામ વેકિસનમાં સૌથી સુરક્ષિત વેકિસન સ્પુતનિક V છે.

હાલ ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. અહીં હોસ્પિટલોમાં બેડ્સ, ઓકિસજન સહિત મેડિકલ સાધનોની કમી છે. આવામાં બ્રિટન, અમેરિકા સહિત કેટલાક દેશો દ્વારા સહાયતા કરવામાં આવી રહી છે.

(3:40 pm IST)