Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

સાયકલ પર પત્નીનો મૃતદેહ લઇને ફરતો રહ્યો પતિઃ ગામ લોકોએ ન કરવા દીધા અંતિમ સંસ્કારઃ યુપીની ઘટના

યુપીથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે વાંચી-સાંભળી અરેરાટી થાય. એક વૃધ્ધને ગામ લોકોએ પત્નીનાં અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી લોકોને કોરોના થવાના ડર હતો. વડિલ પત્નીનો મૃતદેહ સાયકલ પર લઇ ભટકતા રહ્યા પણ કોઇએ મદદ ન કરી ઘટના જૌનપુરની છે. બાદમાં પોલીસે રામઘાટ પર મૃત પત્નીના અંતિમ સંસ્કાર કરાવ્યા હતાં. કોરોનાને કારણે બીક એવી છે કે બીમાર કે મૃત વ્યકિતની નજીક કોઇ જતુ નથી.

(4:19 pm IST)