Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

હવેથી તમામ રાજ્ય સરકારોને રૂ. ૪૦૦ ને બદલે ૩૦૦ રૂ.માં મળશે કોવિશીલ્ડ વેક્સીન: ૨૫% ભાવ ઘટાડયા

વિવિધ રાજ્યોમાંથી ઉઠેલી  માંગને ધ્યાનમાં રાખીને  કોરોના રસીના ભાવમાં  ૨૫%  ઘટાડાની જાહેરાત સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇંડિયાના સીઈઓ શ્રી અદાર પુનાવાલાએ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તમામ રાજ્ય સરકારો નાગરિકોને વેક્સીન વિનામુલ્યે ઉપલબ્ધ કરાવે છે ત્યારે  સિરમ ઈન્સ્ટીટ્યુટનો આ નિર્ણય રાજ્ય સરકારોને મોટી રાહત આપનારો નીવડશે.

(7:21 pm IST)