Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

ભારતને ૪ નવી વેકસીન મળશે; દરરોજ ૧ કરોડ લોકોને રસી આપવાની તૈયારી - ડો. વી.કે. પૌલ

નવી દિલ્હી : દેશમાં રસી ઉપલબ્ધતા વિશે માહિતી આપતા નીતિ આયોગના સભ્ય ડો.વિનોદ કે પૌલે જણાવ્યું હતું કે ભારતમાં ટૂંક સમયમાં ૪ નવી વેકસીન આવી રહી છે.  તેમણે એમ પણ માહિતી આપી હતી કે વધતા જતા ઉત્પાદનની સાથે સાથે કેન્દ્ર સરકાર દરરોજ ૧ કરોડ લોકોને રસી આપવાની તૈયારી કરી રહી છે.  

રાજ્યો તરફથી રસીના અભાવની ફરિયાદો વચ્ચે તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારો કુલ ઉત્પાદનના ૨૫ ટકા હિસ્સો ખરીદે છે.

 ડો. પૌલે કહ્યું, "રાજ્યો અમારી રસી ઉત્પાદન ક્ષમતાને જાણે છે.  જ્યારે તેઓએ કહ્યું કે તેઓ રસી પ્રાપ્તિમાં રાહત ઇચ્છે છે, ત્યારે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી - કેન્દ્ર સરકાર દેશમાં ઉત્પન્ન થતી રસીનો ૫૦ ટકા હિસ્સો ખરીદી કરશે, જે રાજ્યોને વિના મૂલ્યે આપવામાં આવશે અને તેનો ૪૫+ લોકો માટે ઉપયોગમાં લેવામાં આવશે .  બાકીનો ૫૦ ટકા હિસ્સો રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર દ્વારા ખરીદવામાં આવશે. ''

(11:26 pm IST)