Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

વધી મોંઘવારી : આમ જનતાનો મરો

ખાદ્યતેલના ભાવ આસમાનેઃ ગયા વર્ષનાં મુકાબલે ૬૨% મોંઘું: દાળ-શાકભાજી પણ મોંઘા

ખાદ્યતેલ પર ખર્ચના દર રૂ.૧૦૦માંથી ૬૦ રૂપિયા ટેક્ષમાં જાય છે

નવી દિલ્હી, તા.૨૮: અચાનક વધેલા ટેકસના કારણે ખાદ્ય તેલોના ભાવ ગત ૩ મહિના દરમિયાન દોઢ ગણા વધ્યા છે. શાકભાજી અને દાળના ભાવમાં આગ લાગી છે.

પામ તેલની રિટેલ કિંમત ૧૩૮ રુપિયા પ્રતિ કિલોગ્રામ છે. એક વર્ષ પહેલા કિંમત ૮૫ ટકા પ્રતિ કિંલો હતી. એટલે કે એક વર્ષમાં ૬૨ ટકા વધી છે.  પામ તેલના ભાવ વધારા પાછળ ઈન્ડોનેશિયા દ્વારા લગાવવામાં આવેલા ટ્રેકસમાં  અચાનક વધારો નોંધાયો છે.  ઈંન્ડોનેશિયાથી આયાત થનારી પામ આયલ પર હવે ૪૦૦ ડોલર પ્રતિ ટન ટેકસ વસૂલી રહ્યુ છે. તેમણે પામ ઓઈલ પર નિર્યાત કરી એપ્રિલના ૧૧૬ ડોલરથી વધીને ૧૪૦ ડોલર પ્રતિ ટન કરી દીધો છે. એટલુ જ નહીં નિકાસ લેવી પણ ૫૫ ડોલર પ્રટિ ટનથી વધીને ૨૫૫ ડોલર કરી દીધી છે.

જો કે આપણે ત્યા જરુરીયાતના માત્ર ૩૫ ટકા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે અને ૬૫ ટકા તેલ આયાત કરવામાં આવે છે. એટલા માટે ઘરેલુ બજારમાં તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પર નિર્ભર હોય છે. ભારતમાં પણ ઘરેલુ તેલ ઉત્પાદકોએ હિત સંકક્ષણ માટે પામ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી વધારીન ૩૫ ટકા કરી દીધી. એટેલ આજે પામ તેલના ભાવ લગભગ ૬૫ ટકા ભાગ ટેકસનો છે.

પામ તેલના ભાવમાં બીજા ખાદ્ય તેલોના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. સરસિયાનું તેલ આજે ૧૮૦ રુ. પ્રતિ કિલો છે. ગત વર્ષે મે મહિનામાં આ ૧૧૫ રુ. પ્રતિ કિલો હતુ. એટલે કે એક વર્ષમાં ૬૫ રુપિયાનો વધારો. ગત મહિનામાં સરસો તેલની કિંમત ૧૫૫ રુપિયા પ્રતિ કિલો હતો. એટેલે કે એક મહિનામાં ૨૫ રુરિયા પ્રતિ કિલોનો વધારો નોંધાયો છે.  આ મહિનામાં મગફળીના તેલમાં સરેરાશ ભાવ ૧૭૫ રપિયા રહ્યો. વનસ્પતિની કિંમત ૧૨૯ રુપિયા રહી. સોયાબિન તેલ ૧૪૮ રુપિયા થયુ, સન્ફ્લાવરનું તેલ ૧૭૦ રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયુ છે.

ભલે ખેડૂતોને ટામેટાના ભાવ ૫ રુપિયા કિલો પણ નથી મળી રહ્યા. પરંતુ રિટેલ બજારોમાં ટામેટા ૩૫ રુપિયા પ્રતિ કિલો છે. બટાકા ૩૦ રુપિયા, ડુંગળી ૪૦ રુપિયા પ્રતિ કિલો છે તો અન્ય શાકભાજી ૭૦ રુપિયા કિલોથી ૧૫૦ રુપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે.  દાળ પણ ૮૦ રુપિયા કિલોથી ૨૧૦ રુપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.

(10:33 am IST)