Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

રસી લીધી હોવા છતાં ઓફિસ - મોલમાં માસ્ક જરૂરી

ન્યુ હેમ્પશાયરના મોડલને આદર્શ માની રહ્યા છે વૈજ્ઞાનિક

નવી દિલ્હી તા. ૨૮ : વિશ્વમાં ઘટતા કોરોના સંક્રમણ તેમજ વધતા રસીકરણનેધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાની જરૂરિયાતમાં છૂટ આપવામાં આવી રહી છે. પર્નાતુંકેટલાક વૈજ્ઞાનિક તેનાથી સહમત નથી. તેઓનુંમાનવું છે કે સંપૂર્ણ રસીકરણ બાદ પણ ઈન્ડોર એટલે કે ઓફિસ, મોલ, દુકાન, બસ અથવા ટ્રેન જેવી જગ્યાઓ પર માસ્ક પહેરવું જરૂરી છે.

આ મામલે ન્યુઝીલેન્ડ ક્ષેત્રના અમેરિકીહેમ્પશાયરનાફોર્મ્યુલાને વિશેષજ્ઞ યોગ્ય માની રહ્યા છે. નેચર પત્રિકામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, ન્યુ હેમ્પશાયરમાંઇન્ડોર(ઓફીસ-મોલ)માં માસ્ક જરૂરી છે. આઉટડોર એટલે કે રસ્તા-મેદાનમા આંટા મારી રહ્યા છે તો એ જરૂરી નથી.

ન્યુ હેમ્પશાયરનાડર્ટમાઉથકોલેજની એપિડેલોમોજિસ્ટ એને હોએનેકહ્યું કે ઇન્ડોર માસ્ક હજુ પણ ચાલુ રહેશે. અંદરના સંક્રમણનો ખતરો વધુ હોય છે. યુનિવર્સીટીઓફ કેલિફોર્નિયાનીસંક્રમક રોગ વિશેષજ્ઞ મોનીકા ગાંધી પણ મને છે કે આઉટડોરમાં કોરોના સંક્રમણનો ખતરો ઓછો છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રસીકરણ વધવાની સાથે માસ્ક હટાવો એ નિર્ણય ઉતાવળો સાબિત થઇ શકે છે. તેના અનેક કારણો છે દરેક ને રસી લગાવામા આવી નથી. રસીના આંકડા પૂરતા નથી. જર્મનીએ માસ્ક જરૂરી કર્યું હતું તો ૨૦ દિવસમાંસંક્રમણ ૭૫ ટકા ઘટાડો થયો હતો.

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલએટલાન્ટાએ આદેશોમાં કહ્યું હતું કે જે સંપૂર્ણ રસીકરણ કરાવી કરાવી ચુકયા છે.તેઓમાસ્ક હટાવી શકે છે. સામાજિક અંતર પણ જરૂરી નથી.

(11:31 am IST)