Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાન્સના ઈતિહાસમાં ગુજરાતનો ડંકો:ફિલ્મ અભિનેત્રી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વૉક કરી વધાર્યું ગૌરવ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર જોવા મળી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, નરગીસ ફખરી, ઉર્વશી રૌતેલા અને અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર પર પોતાનો ખૂબસૂરત લુક બતાવ્યો છે. બોલિવૂડ એભિનેત્રીઓની સાથે સાથે ઢોલીવૂડની એભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ કાર્પેટ પર વોડ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.  આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક લાખોમાં ભાગ્યે જ કોઈકને મળે છે. ત્યારે આ તક કોમલ ઠક્કરને મળતા ગુજરાતનું નામ ફરી એક વાર સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર જોવા મળી. ગુજરાતી અભિનેત્રીને કાન્સની ટ્રીપની ઓફર કરવામાં આવી છે.કોમલ ઠાકરે કહ્યું હતું કે, “મેં હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, પણ જો હું વૉક કરીશ તો હું ગુજરાતી અભિનેત્રી તરીકે વૉક કરીશ

કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મ જગત અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. 2011માં કોમલ ઠક્કરે સ્પોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.

કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.

ગુજરાત માટે આ પ્રસંગ બેવડી સિદ્ધિ જેવો ગણવો રહ્યો. કેમ કે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતી પ્રોડ્યુસર જુહી પારેખ મહેતાએ પણ કાન્સમાં રેડ કાર્પેટ વોક કર્યું હતું. એવુ કરનારા તેઓ સૌથી નાની વયના ગુજરાતી મહિલા બન્યાં હતાં. આગામી દિવસોમાં રિલિઝ થવા જઈ રહેલી ફિલ્મ જનહિતમ મેં જારીના તેઓ કો-પ્રોડ્યુસર છે.

(12:37 am IST)