Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વર્ષ ૨૦૨૧-૨૨માં ૧.૪૬ કરોડ લોકોને નોકરી મળી : જેમાંથી ૬૭ લાખ લોકોને પહેલીવાર રોજગારી મળી

SBIના રિપોર્ટમાં દાવો

નવી દિલ્‍હી તા. ૨૮ :૨૦૨૧-૨૨માં દેશના સંગઠિત ક્ષેત્રમાં ૧.૪૬ કરોડ નોકરીઓનું સર્જન થયું. એક વર્ષ અગાઉ ૯૪.૭ લાખની સરખામણીમાં ૪૫ લાખ વધુ છે. જેમાં ૧.૩૮ કરોડ લોકો કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન (EPFO) અને ૭.૮ લાખ નેશનલ પેન્‍શન સ્‍કીમ (NPS)માં જોડાયા હતા. SBIએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ સમયગાળા દરમિયાન ૧.૩૮ કરોડમાંથી ૬૦ લાખ લોકોએ નોકરી બદલી, જયારે ૬૭ લાખ લોકોને પહેલીવાર નોકરી મળી.
આ દર્શાવે છે કે પરિસ્‍થિતિ સુધર્યા બાદ લોકોને નોકરીઓ પાછી મળી રહી છે. રિપોર્ટ અનુસાર, ૨,૦૦૦ લિસ્‍ટેડ કંપનીઓના સર્વેમાં સામે આવ્‍યું છે કે ૧૦૦-૨૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ તેમના કર્મચારીઓ પર ૨૨ ટકા ખર્ચ કર્યો છે. ૨૫૦ થી ૫૦૦ કરોડની રેન્‍જની કંપનીઓએ ૧૯ ટકા ખર્ચ કર્યો છે.
અનિヘતિતા અને કોરોનાના કારણે લોકો પૈસા બચાવવા પર વધુ ભાર આપી રહ્યા છે. આ જ કારણ છે કે ૨૦૨૧-૨૨માં લોકોએ ગયા વર્ષની સરખામણીમાં ૬.૯૧ લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરી હતી. તેમાંથી રૂ. ૩.૪ લાખ કરોડ જમા ખાતામાં હતા, જયારે ૧.૯૧ લાખ કરોડ પીએફ, વીમા અને અન્‍ય સાધનોમાં હતા. આ સમયગાળા દરમિયાન, ખર્ચ સામે બચત પણ ૩.૮ ટકા વધીને ૧૫.૫ ટકા થઈ છે, જે એક વર્ષ અગાઉ ૧૧.૭ ટકા હતી.
લ્‍ગ્‍ત્‍એ તેના રિપોર્ટમાં જણાવ્‍યું છે કે ૨૦૨૧-૨૨માં નેશનલ પેન્‍શન સ્‍કીમ (ફભ્‍લ્‍)માં ૭.૭૬ લાખ નવા સભ્‍યો જોડાયા હતા. તેમાંથી રાજય સરકારનો હિસ્‍સો ૪.૯૫ લાખ અને બિનસરકારીનો હિસ્‍સો ૧.૪૭ લાખ હતો. કેન્‍દ્ર સરકારના ફભ્‍લ્‍ સાથે ૧.૩૩ લાખ લોકો જોડાયેલા છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં તેમાં ૧.૪૭ લાખનો વધારો નોંધાયો છે.

 

(10:07 am IST)