Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કે.ડી. પરવાડીયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલનું લોકાર્પણ કરતાં નરેન્‍દ્રભાઈ

રાજકોટ : પટેલ સેવા સમાજ સંચાલિત આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલનું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તેમજ હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી મોદી ડો.ભરત બોઘરાના પરિવારજનોને પણ મળ્‍યા હતા. ઉપરોકત તસ્‍વીરોમાં હોસ્‍પિટલનું લોકાર્પણ કરતા નરેન્‍દ્રભાઈ મોદી, સમારોહનું દિપ પ્રાગટય કરતાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(12:49 pm IST)