Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

' જેના હાથમાં એના મો માં ' : ઉત્તરાખંડના ધારાસભ્યોના પગારમાં 15 ગણો અને ભથ્થાંમાં 30 ગણો વધારો : સરકારો કર્મચારીઓના પગાર અને ભથ્થાં વધારવામાં કંજૂસાઈ કરતી સરકારના ધારાસભ્યોનો માસિક પગાર 30 હજાર રૂપિયા અને ભથ્થું 1.5 લાખ રૂપિયા : RTIમાં ખુલ્યા અનેક રહસ્યો

ઉત્તરાખંડ : ઉત્તરાખંડની રચના બાદથી અત્યાર સુધીમાં ધારાસભ્યોના પગારમાં  15 ગણો અને ભથ્થાંમાં 30 ગણો વધારો થયો છે. વિધાનસભા સચિવાલયમાંથી આરટીઆઈ કાર્યકર્તા નદીમ ઉદ્દીનને આપવામાં આવેલી માહિતીમાં આ વાત સામે આવી છે.

સામાન્ય રીતે, સરકારો કર્મચારીઓના પગાર અને ભથ્થાં વધારવામાં રાજ્ય સરકારો કંજૂસાઈ કરે છે, પરંતુ ધારાસભ્ય સંબંધિત નિયમો આનાથી સંપૂર્ણપણે અલગ છે.
રાજ્યની રચના સમયે ધારાસભ્યોનો પગાર દર મહિને બે હજાર રૂપિયા હતો, જ્યારે વર્ષ 2004માં તે વધારીને 3000 અને 2009માં પાંચ હજાર કરવામાં આવ્યો હતો. આ પછી વર્ષ 2014માં સરકારે પગાર વધારીને 10 હજાર અને વર્ષ 2017માં 30 હજાર રૂપિયા કર્યો હતો. એ જ રીતે ભથ્થામાં પણ અત્યાર સુધીમાં 30 ગણો વધારો કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં આ ભથ્થું 5000 રૂપિયા હતું, જે હાલમાં 1.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પ્રારંભિક તબક્કામાં ધારાસભ્યોને ડ્રાઈવર ભથ્થું નહોતું મળતું પરંતુ વર્ષ 2014થી તે પણ આપવાનું શરૂ થઈ ગયું હતું. અગાઉ 200 રૂપિયા જાહેર સેવા ભથ્થા તરીકે મળતા હતા, જે હવે 2000 રૂપિયા થઈ ગયા છે. રેલવે કૂપન અને ડીઝલ-પેટ્રોલ ભથ્થામાં પણ ભારે વધારો કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડની રચના સમયે તેનો દર વાર્ષિક 93 હજાર રૂપિયા હતો જે હવે 3 લાખ 25 હજાર રૂપિયા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)