Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા નુપુર શર્માને મળી રેપની ધમકીઓ : ઇસ્‍લામીક કટ્ટરપંથીઓનું કૃત્‍ય

દિલ્‍હી, તા., ર૮: ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય પ્રવકતા નુપુર શર્માએ દાવો કર્યો છે કે તેમને અને તેમના પરીવારને ઇસ્‍લામી કટ્ટર પંથીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. નુપુર શર્માએ પોતાની મળી રહેલા ધમકીભર્યા સંદેશા બારામાં ટવીટર મારફત શુક્રવારે સાંજે દિલ્‍હી પોલીસને જાણ કરી છે. તેમણે દિલ્‍હી પોલીસ કમિશ્નરને ટેગ કરતા અને ધમકીઓ વાળા કેટલાય ટવીટના સ્‍ક્રીન શોટ ટવીટર ઉપર શેર કર્યા છે. ‘મેરે પરિવાર ઔર મુજે લગાતાર જાન સે મારને ઔર શિર કાટને કી ધમકીયા મીલ રહી હૈ (મોહમદ ઝુબેરનું ટવીટર એકાઉન્‍ટ) સાંપ્રદાયીક ભાવનાઓ કો ભડકાને ઔર નકલી કહાની બનાકર માહોલ ખરાબ કરને કે ઉનકે પ્રયાસો કે ચલતે  કુછ તસ્‍વીરે સંલગ્ન કર રહી હું કૃપયા ધ્‍યાન દીજીયે' .
મોહમદ ઝુબેર વ્‍યવસાયથી પત્રકાર રહયા છે જે ફેકટ ચેકીંગ વેબસાઇટ એએલટી ન્‍યુઝના સહ સંસ્‍થાપક પણ રહયા છે.
સમાચાર એજન્‍સી એએનઆઇ સાથે વાતચીત કરતા નુપુર શર્માએ દાવો કર્યો કે ફેકટ ચેકર કહેવાવાળા મોહમદ જુબેરે મારા એક ટીવી ડીબેટસને મનમાની રીતે એડીટ કરી વિડીયો બનાવી મારા વિરૂધ્‍ધ ખરાબ માહોલ બનાવ્‍યો છે અને ત્‍યારથી મને અને મારા પરીવારજનોને જાનથી મારવાની અને રેપની ધમકીઓ મળી રહી છે. ત્‍યાર બાદ મોડી રાત્રે તેમણે એક ટવીટ કરીને જણાવ્‍યું કે તેમના ઉપર બળાત્‍કાર અને જાનથી મારી નાખવાની તેમજ માથુ કાપી નાખવાની ધમકીઓની ભરમાર ચાલી છે. તેમનો આરોપ છે કે તેમની બહેનને, મા અને પિતાને સતત ધમકીઓ મળી રહી છે.

 

(1:49 pm IST)