Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

જેસલમેર ખાતે વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર જનરેશન પ્લાન્ટ શરૃ

ભારતની રિન્યુએબલ એનર્જીની દિશામાં આગેકૂચ : ભારતમાં આ પ્રકારનો પહેલો રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ છે : આ પાવર પ્લાન્ટની ક્ષમતા ૩૯૦ મેગાવોટ

મુંબઇ, તા.૨૮ : ભારત રિન્યુએબલ એનર્જીની દિશામાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે અને કંપનીઓ પણ આ સેક્ટરમાં ઝડપથી રોકાણ કરવા, પ્લાન્ટ સ્થાપવા ઉત્સુક છે.

ભારતની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જીની પેટા કંપની અદાણી હાઇબ્રિડ એનર્જી જેસલમેર વન લિમિટેડ એ રાજસ્થાનમાં જેસલમેર ખાતે વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર જનરેશન પ્લાન્ટ શરૃ કર્યો છે, ભારતમાં આ પ્રકારનો પહેલો રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ છે.

આ હાઇબ્રિડ પાવર પ્લાન્ટની ક્ષમતા ૩૯૦ મેગાવોટ છે. સુર્ય અને પવન ઉર્જાના ઉત્પાદન દ્વારા સંકલિત હાઇબ્રિડ પાવર પ્લાન્ટ વીજ ઉત્પાદનના વિક્ષેપનું સમાધાન લાવીને રિન્યુએબલ એનર્જીની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરે છે અને વધતી જતી વીજ માંગને પહોંચી વળવા વિશ્વાસપાત્ર સમાધાન પુરા પાડે છે.

 

 

(7:48 pm IST)