Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

રશિયાએ કર્યા મિસાઈલ હુમલાઃ રશિયાને નબળું પાડવા હવે સોનાની આયાત પર G7 દેશો પ્રતિબંધ મુકશે

રશિયાની મિસાઈલોએ કોઈ સિવિલ બિલ્ડીંગને નિશાન બનાવી છે

પૂર્વી યુક્રેનમાં રશિયાએ હુમલા વધારી દીધા છે. ત્યારે હવે રશિયાએ એક મોલ ઉપર મિસાઈલ હુમલો કર્યો છે. ન્યુઝ એજન્સી એએફપી અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં લોકોના મોત થયાં હોવાની સુચના પણ મળી છે. ધ કીવ ઈંડિપેંડેંટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર લખ્યું કે, "રશિયાએ ક્રેમેનચુકમાં શોપિંગ સેંટર પર હુમલો કર્યો, હજારથી વધુ લોકો મોલની અંદર હતા.

મોલમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડ આગ બુઝાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પીડિતોની સંખ્યાની કલ્પના કરવી અસંભવ છે."

  
આ બીજી વખત બન્યુ છે જ્યારે રશિયાની મિસાઈલોએ કોઈ સિવિલ બિલ્ડીંગને નિશાન બનાવી છે. આ પહેલાં યુક્રેને દાવો કર્યો હતો કે, રવિવારે રશિયાની એક મિસાઈલે કીવમાં એક રહેણાંક બિલ્ડીંગને ટાર્ગેટ બનાવી હતી. શહેરના મેયર વિટાલી ક્લિટ્સકો અનુસાર, આ મિસાઈલ હુમલામાં એક બાળકી સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. તો રવિવારે રશિયાએ કહ્યું કે, તેની આર્મીએ ઉત્તર અને પશ્ચિમ યૂક્રેનમાં ત્રણ સૈન્ય કેન્દ્રો પર હુમલા કર્યા છે. મહત્વનું છે કે, એક સૈન્ય કેન્દ્ર પોલેન્ડની બોર્ડર પાસે આવેલું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારે જાહેરાત કરી છે કે, G-7 દેશના સભ્ય દેશો રશિયાના સોનાની (gold) આયાત પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કર્યા બાદ અમેરિકા સહિતના વિવિધ દેશો રશિયા પર પ્રતિબંધ લગાવ્યા હતા. આ કડીમાં હવે અમેરિકા રશિયાના સોનાની આયાત કરવા પર પ્રતિબંધ લગાવામાં આવશે. જો બાઈડને એક ટ્વીટમાં કહ્યું કે, રશિયા પોતાના સોનાની નિકાસ કરીને અબજો ડોલર રુપિયા કમાય છે.

 

(1:31 am IST)