Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

૨ વર્ષ બાદ ફરી ખુલ્‍યા મક્કાના દરવાજા : ૪૭ હજાર ભારતીયો હજ પહોચ્‍યા

સાઉદી અરેબિયાએ આ વર્ષે ૧૦ લાખ મુસ્‍લિમોને હજ કરવાની મંજૂરી આપી છે

મક્કા તા. ૨૮ : કોરોના રોગચાળાને કારણે, વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં માત્ર સાઉદી અરેબિયાના રહેવાસીઓને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે કુલ ૭૯,૨૩૭ ભારતીય હજયાત્રીઓ હજમાં ભાગ લેશે. સેન્‍ટ્રલ હજ કમિટીના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર જાવિદ કલંગડેના જણાવ્‍યા અનુસાર, અત્‍યાર સુધીમાં ૪૭,૧૧૪ ભારતીય હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્‍યા છે.

સાઉદી અરેબિયાએ આ વર્ષે ૧૦ લાખ મુસ્‍લિમોને હજ કરવાની મંજૂરી આપી છે. સાઉદી અરેબિયા ફરી એકવાર ૨૦૧૯ પછી પહેલીવાર વિદેશી હજ યાત્રીઓનું સ્‍વાગત કરી રહ્યું છે. કોરોના રોગચાળાને કારણે, વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં ફક્‍ત સાઉદી અરેબિયાના રહેવાસીઓને જ હજ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સાઉદી અરેબિયાના હજ મંત્રાલયના નિવેદન અનુસાર, રવિવાર રાત સુધીમાં ૨ લાખ ૬૬ હજાર હાજી પવિત્ર શહેરો મક્કા અને મદીના શરીફ પહોંચ્‍યા હતા.

સાઉદી પ્રેસ એજન્‍સી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ૧૭૧,૬૦૬ શ્રદ્ધાળુઓ મદીનાથી મક્કા માટે રવાના થયા છે, જયારે ૯૫,૧૯૪ હજુ પણ પવિત્ર શહેરમાં છે. આ વર્ષે કુલ ૭૯,૨૩૭ ભારતીય હજયાત્રીઓ હજમાં ભાગ લેશે. સેન્‍ટ્રલ હજ કમિટીએ ૫૬,૬૩૭ શ્રદ્ધાળુઓને હજ યાત્રા પર જવાની મંજૂરી આપી છે. દરમિયાન ૨૨૬૦૦ હજ યાત્રીઓ હજ ગ્રુપ ઓર્ગેનાઈઝર્સ (HGOs) દ્વારા સાઉદી અરેબિયા પહોંચશે.

(10:30 am IST)