Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમરનાથ યાત્રા પહેલા જમ્‍મુમાં કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારીઃ લખનપુર રેલવે સ્‍ટેશન અને એરપોર્ટ પર કોવિડ ટેસ્‍ટની તૈયારી

(સુરેશ ડુગગર દ્વારા) જમ્‍મુઃ અમરનાથની યાત્રા શરૂ થાય તે પહેલા જ વધી રહેલા કોરોના કેસ ચિંતાનું કારણ બનવા લાગ્‍યા છે. આવી સ્‍થિતિમાં લખનપુર, રેલવે સ્‍ટેશન અને એરપોર્ટ પર કોવિડ ટેસ્‍ટ ફરીથી શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.વહીવટીતંત્રે એવા લોકોને ખાસ કાળજી લેવા કહ્યું છે જેઓ એક વખત કોરોનાનો ભોગ બન્‍યા હોય અને યાત્રામાં જોડાવા માંગતા હોય.

સોમવારે જમ્‍મુ અને કાશ્‍મીરમાં ૬૭ નવા સંક્રમિત મળી આવ્‍યા હતા, જેમાંથી ૪૦ નવા કેસ જમ્‍મુ જિલ્લાના જ છે. પ્રવાસ દરમિયાન ચેપના કેસોમાં વધારો થવાની સંભાવના છે. છેલ્લા એક સપ્તાહથી જમ્‍મુ અને શ્રીનગર જિલ્લામાં નવા સંક્રમિત કેસ ઝડપથી મળી રહ્યા છે. બંને જિલ્લામાં રોજેરોજના કેસોમાં મુસાફરો પણ જોડાવા લાગ્‍યા છે. હાલમાં જમ્‍મુ જિલ્લામાં સૌથી વધુ ૨૦૬ સક્રિય કેસ છે, જ્‍યારે શ્રીનગર ૮૪ કેસ સાથે બીજા નંબરે છે.

હાલમાં રેલ્‍વે સ્‍ટેશન અને જમ્‍મુ એરપોર્ટ પર કોઈ કોવિડ ટેસ્‍ટ કરવામાં આવી રહ્યા નથી, જે આવનારા દિવસોમાં પેસેન્‍જર ટ્રાફિકમાં વધારાને કારણે નવા ચેપી કેસ તરફ દોરી શકે છે. જો કે, કોવિડ રસીકરણ પછી મળતા મોટાભાગના કેસો એસિમ્‍પટમેટિક છે.

નિષ્‍ણાત તબીબો અને વહીવટી અધિકારીઓનું કહેવું છે કે જ્‍યારે તમે સંપૂર્ણ સ્‍વસ્‍થ હોવ ત્‍યારે જ પ્રવાસ પર આવો. તેમણે કહ્યું કે જો બેઝ કેમ્‍પ અથવા અન્‍ય સ્‍થળોએ કોઈપણ ભક્‍તમાં કોઈ લક્ષણ જોવા મળે છે, તો તેને મુસાફરી ન કરવા માટે જાગળત કરવામાં આવશે. કોવિડને કારણે ફેફસાં અને હૃદયની સમસ્‍યાઓ વધી રહી છે. આવી સ્‍થિતિમાં આ વખતે બંને રોગોના નિષ્‍ણાતોની વધુ સંખ્‍યામાં તૈનાત કરવામાં આવી છે.

આરોગ્‍ય અને તબીબી શિક્ષણ વિભાગના પ્રિન્‍સિપલ સેક્રેટરી મનોજ દ્વિવેદીનું કહેવું છે કે કોવિડ પછી લોકોને સમસ્‍યાઓનો સામનો કરવો પડ્‍યો છે. તે જોતા આ વખતે યાત્રાના બંને રૂટ પર વધુ સંખ્‍યામાં કાર્ડિયોલોજિસ્‍ટ અને ક્ષયરોગના નિષ્‍ણાત તૈનાત કરવામાં આવ્‍યા છે. પ્રવાસના બેઝ કેમ્‍પ પર આવ્‍યા પછી પણ જો કોઈને કોઈ લક્ષણો દેખાય અને લાગે કે તેણે આગળ મુસાફરી ન કરવી જોઈએ, તો તેનું કાઉન્‍સેલિંગ કરવામાં આવશે. બેઝ કેમ્‍પ ઉપરાંત અન્‍ય સ્‍થળોએ નિષ્‍ણાત તબીબોને પણ તૈનાત કરવામાં આવ્‍યા છે. દરેક મુસાફરો પર નજર રાખવામાં આવશે.

રાજ્‍યના જાણીતા ચેપી રોગના નિષ્‍ણાત અને SKIMSના ડાયરેક્‍ટર ડૉ. પરવેઝ કૌલે રાજ્‍યના લોકો સાથે વાતચીત કરી હતી.કોરોના વાઇરસકોવિડ-૧૯ના કેસોમાં થયેલા વધારાને ધ્‍યાનમાં રાખીને, તેમને કોવિડના યોગ્‍ય વર્તનને અનુસરવા માટે કહેવામાં આવ્‍યું હતું. ડૉ. કૌલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા માસ્‍કનો ઉપયોગ અને વારંવાર હાથ ધોવા જેવા ઉપાયો અપનાવવાની જરૂર છે જેથી સંક્રમણને ફેલાતો અટકાવી શકાય. જો કે, તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી કારણ કે પરિસ્‍થિતિ ચિંતાજનક નથી.

(3:20 pm IST)