Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ચીનમાં 110 ન્યૂક્લિયર મિસાઇલ સાઈલો માટે નવા બેસનો ખુલાસો : સેટેલાઇટ તસ્વીરમાં ભાંડો ફૂટ્યો

બેઇજિંગથી લગભગ બે હજાર કિલોમીટર દૂરનું સ્થળ :હાલમાં બીજી એવી ફિલ્ડ જે ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટે શોધી

ચીનમાં 110 ન્યૂક્લિયર મિસાઇલ સાઈલો માટે એક નવા ક્ષેત્રનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ ખુલાસો ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટ્સે સેટેલાઈટ તસવીરો દ્વારા કર્યો છે. આ જગ્યા રાજધાની બેઇજિંગથી લગભગ બે હજાર કિલોમીટર દૂર છે. આ હાલના દિવસોમાં બીજી એવી ફિલ્ડ છે, જે ન્યૂક્લિયર સાઈન્ટિસ્ટે શોધી છે.

 

આ સાઈલો ફિલ્ડને ફેડરેશન ઓફ અમેરિકન સાઈન્ટિસ્ટ (FAS)ના ન્યૂક્લિયર એક્સપસ્ટ્સે સેટેલાઈટ તસવીરો દ્વારા ઓળખી અને પછી ન્યૂઝ પબ્લિકેશન ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથે શેર કરી.

રિપોર્ટનું કહેવું છે કે, આ સાઈલો સ્પષ્ટ રૂપથી શોધવા માટે બનાવવામાં આવી રહ્યાં છે. આ સાઈલો ફિલ્ડ શિનજિયંગા વિસ્તારના પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યાં છે. જેના પર કંસ્ટ્રક્શન માર્ચમાં શરૂ થયું છે.

 

સાઈલો ફિલ્ડ પર મેટ કોર્ડા અને હૈંસ એમ ક્રિસ્ટેનસને કહ્યું, યુમેન અને હામીમાં સાઈલો કન્સ્ટ્રક્શન ચીનની ન્યૂક્લિયર શક્તિનો અત્યાર સુધી સૌથી મહત્વપૂર્ણ વિસ્તાર છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે, ચીન મોટા અને લિક્વિડ ભરેલા મિસાઈલ માટે અત્યાર સુધી માત્ર 20 સાઈલોને ઓપરેટ કરતો હતો. પરંતુ આ બે નવી ફિલ્ડથી દેશને વધુ 230 નવા સાઈલો મળી જશે.

ચીનના આ નવા સાઈલો ફિલ્ડ રાષ્ટ્રપતિ શી જિનપિંગની સત્તામાં નવી સ્ટ્રેટર્જી તરફ ઈશોર કરે છે. ચીનના સાઈલો ફિલ્ડ બનાવવા પર રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે, “સૌથી સરળ વાત તે છે કે, હવે ચીન પોતાને એક આર્થિક, ટેકનિકલ અને સૈન્ય મહાશક્તિના રૂપમાં જુએ છે અને તે સ્થિતિને મેચ થવા માટે એક આર્સનલ (હથિયારોનો મોટા પ્રમાણમાં જથ્થો) ઈચ્છે છે.”

એક સંભાવના છે કે ચીન અમેરિકન મિસાઈલ ડિફેન્સ, જે ખુબ જ ઝડપી પ્રભાવી થઈ રહ્યું છે અને ભારતના પરમાણુ નિર્માણ, જે ખુબ જ ઝડપી વધી રહ્યું છે, તેના વિશે ચિંતિત છે. તે ઉપરાંત રશિયાની નવી હાઈપરસોનિક અને ઓટોનોમસ હથિયારોની જાહેરાત કરી છે અને સંભાવના છે કે, બેઇજિંહ વધારે પ્રભાવી નિવારક ઈચ્છે છે.

જોકે, રિપોર્ટમાં ન્યૂક્લિયર સ્ટ્રેટર્જીમાં વિશેષતા રાખનારા MITના પ્રોફેસર, વિપિન નારંગે કહ્યું, ” માત્ર તે માટે કે તમે સાઈલોનું નિર્માણ કરો છે તો તેનો અર્થ તે નથી કે તમારે તે બધાને મિસાઈલોથી ભરી દેવા પડશે. તેઓ તેમને અહીં-તહી ફેરવી શકે છે. ”

(9:33 am IST)