Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આવતા વર્ષે ધરતી પર 7 ફૂંટ લાંબા એલિયન ઉતરશે : માણસોની સાથે યુદ્ધ કરશે: ટાઈમ ટ્રાવેલરનો દાવો

તેઓ હાનિકારક નથી હોતા પરંતુ ઉત્તેજિત થવા પર ખૂબ જ ખતરનાક બની જાય છે.

નવી દિલ્હી : એક ટાઈમ ટ્રાવેલરે દાવો કર્યો છે કે, આવતા વર્ષે ધરતી પર સાત ફૂંટ લાંબા એલિયન ઉતરશે. આ ટાઈમ ટ્રાવેલર પોતાને વર્ષ 2491થી હોવાનો દાવો કરે છે. ફ્યૂચર ટાઈમ ટ્રાવેલર નામથી બ્લોગ ચલાવનારા વ્યક્તિએ વિચિત્રરીતે દાવો કર્યો કે તે ધરતી પર રહેતા માણસોની સાથે યુદ્ધ કરશે. એલિયન્સ હોવા અને ના હોવાને લઈને આજસુધી વૈજ્ઞાનિકોની વચ્ચે એક મત નથી બની શક્યો. અમેરિકી સેનાએ પણ કેટલાક દિવસો પહેલા એલિયન્સ અને UFOને લઈને જાહેર કરેલા રિપોર્ટમાં સ્પષ્ટરીતે તેમની હાજરી હોવાની પુષ્ટિ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ફ્યૂચર ટાઈમ ટ્રાવેલરે પોતાના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, જેને તમે એલિયન્સ કહો છો, તે આવતા વર્ષે પૃથ્વી પર પોતાની પહેલી ઉપસ્થિતિ બનાવશે.

તેમના પહેલીવાર હકીકતમાં દેખાવાની તારીખ 24 મે, 2022 છે. તેમણે કહ્યું કે, 2491માં ઘણા પ્રકારના એલિયન્સ છે જે નાગરિક સમૂહોના રૂપ પૃથ્વી પર રહે છે. તેમને નિરોન કહેવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, તેઓ શાંતિથી આપણી ધરતી પર આવે છે. તેમનાથી આપણને કોઈપણ પ્રકારનું જોખમ નથી. પરંતુ, અમેરિકા તેમના પર હુમલો કરે છે અને ઘણા ડાઈમેન્શનમાં યુદ્ધ શરૂ થઈ જાય છે. તેઓ આશરે 7 ફૂટ 4 ઈંચના છે. તેમના માથાની ખોપડી લાંબા આકારની છે, શરીરનો રંગ ઘાટ્ટો ભૂરો છે, જ્યારે બનાવટ વિકૃત છે. તેઓ હાનિકારક નથી હોતા પરંતુ ઉત્તેજિત થવા પર ખૂબ જ ખતરનાક બની જાય છે.

હજુ સુધી ના તો ટાઈમ ટ્રાવેલ કરનારાઓની વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ શકી છે, ના એલિયન્સની. એવામાં આ ટાઈમ ટ્રાવેલરના દાવા પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ દેખાઈ રહ્યો છે. ઘણા દેશોમાં UFO દેખાવાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ તેમના હોવા અથવા કોઈ અન્ય પ્રકારના પૂરાવા હાથ લાગવાની સાર્વજનિક જાહેરાત આજ સુધી નથી થઈ.

ડેલી સ્ટાર સંડેએ ગત મહિને એક્ટ્રેસ એબ્બી બેલાના હવાલાથી દાવો કર્યો હતો કે, તેના એલિયન્સની સાથે સંબંધ હતા. આ એક્ટ્રેસે દાવો કર્યો હતો કે, તે પાંચ એલિયન્સને મળી હતી, જેમની બનાવટ સામાન્ય માણસોની અપેક્ષાએ ખૂબ જ પાતળી અને લાંબી હતી. એબ્બી બેલાએ તો ત્યાં સુધી દાવો કર્યો કે, એલિયન્સ તેને 20 મિનિટની ડેટ માટે પોતાના ગ્રહ પર લઈ ગયા હતા.

(11:33 pm IST)