Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વર્ષના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ : 2022માં સોલો ફાઇટર જેટ વાયુસેનામાં થશે સામેલ

ફ્રાન્સ વર્ષના અંત સુધીમાં ભારતને 35 રાફેલ ફાઈટર વિમાન ડિલિવર કરશે. જેમાંથી 24 રાફેલ ભારત આવી ચૂક્યા છે.

ફ્રાન્સ આ વર્ષના અંતસુધીમાં ભારતને 35 રાફેલ ફાઈટર વિમાન ડિલિવર કરશે. જેમાંથી 24 રાફેલ વિમાન ભારત આવી ચૂક્યા છે. ભારતે ફ્રાન્સ સાથે 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કર્યો છે. બાકી રહેલ અંતિમ એક રાફેલ વિમાન હાશિમારા એર બેઝ પર સક્રિય થવા જાન્યુઆરી 2022માં પહોંચશે.

 

2 રાફેલ ફાઈટર જેટ હાલ ફ્રાન્સમાં જ રખાયા છે, જેથી ભારતીય વાયુસેનાના પાયલટ અને ટેક્નિશિયન જરૂરી ટ્રેનિંગ લઈ શકે. ભારતીય વાયુસેના ભવિષ્યમાં વધુ 36 રાફેલ વિમાનો ખરીદવાનું યોજના પર વિચાર કરી રહ્યું છે. રાફેલને કારણે ભારતની યુદ્ધ કરવાની ક્ષમતામાં વધારો થયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સામરિક સાથી ફ્રાન્સની વિશ્વસનીયતાને જોતા ભારતીય વાયુ સેના અને નૌકાદળે રાફેલ પ્લેટફોર્મમાં ઊંડો રસ દાખવ્યો છે. ભારતીય વાયુ સેનાનું નેતૃત્વ ભવિષ્યમાં વધુ 36 રાફેલ વિમાનો મેળવવા માંગે છે અને ઇન્ડિયન નેવી આવતા વર્ષે શરૂ થનારા આઈએનએસ વિક્રાંત (સ્વદેશી વિમાનવાહક -1) પર લડાકૂ વિકલ્પ તરીકે રાફેલ-એમને જોઇ રહી છે.

પશ્ચિમ અને પૂર્વી થિયેટરોમાં રાફેલના સમાવેશ સાથે ભારતની લડાઇ ક્ષમતા અનેકગણી વધી ગઈ છે. કારણ કે ફ્રેન્ચ લડાકુ વિમાનો, ઉપ-મહાદ્વિપમાં હવામાંથી હવામાં માર કરતી સૌથી લાંબી મિસાઇલ, હૈમર એર ટૂ ગ્રાઉન્ડ સ્માર્ટ મુનિશન અને લાંબા અંતરની SCALPથી સજ્જ છે.

(12:58 am IST)