Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હિમાચલમાં ભારે વરસાદથી તબાહીઃ ભેખડો ધસી પડતા અનેક કાર દબાઈ ગઈઃ શિમલામાં રસ્‍તાઓ બંધઃ પાણી સપ્‍લાય ઠપ્‍પ

શિમલામાં ગઈકાલ રાતથી ભારે વરસાદઃ રાજ્‍યમાં અનેક સ્‍થળે પૂરપ્રકોપ

 

નવી દિલ્‍હી, તા. ૨૮ :. હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ વચ્‍ચે શિમલામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડી છે અને મોટી મોટી શીલાઓ ખાબકી છે. જેને કારણે અનેક કાર દબાઈ ગઈ છે. રસ્‍તાઓ બંધ થઈ ગયા છે અને પાણીની સપ્‍લાય પણ બંધ થઈ ગઈ છે. શીમલાના પંથાઘાટીમાં આ ઘટના બનવા પામી છે.

પાટનગર શીમલા શહેરમાં ગઈકાલ રાતથી ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયુ છે. અનેક ગાડીઓ કાટમાળમાં દબાઈ ગઈ છે. પાણીની સપ્‍લાય પણ બંધ કરી દેવામાં આવી છે.

શીમલા અને લાહોલમાં ભારે વરસાદ અને ભેખડો ધસી પડતા ઠેર ઠેર વાહનો ફસાઈ ગયા છે. ૬૦ જેટલા પર્યટકો ક્‍યાંય જઈ શકતા નથી.

ધર્મપુડમાં બે કાચા મકાન અને એક ગૌશાળાને નુકશાન થયુ છે. ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ અને શીમલા જિલ્લામાં પૂરની ચેતવણી આપવામા આવી છે.

(10:55 am IST)