Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બેંકો અને વીમા કંપનીઓમાં 'ઘરજમાઇ' થઇ પડ્યા છે ૪૯ હજાર કરોડ રૂપિયા

નવી દિલ્હી,તા. ૨૮ : બેંકો અને વીમા કંપનીઓ પાસે લગભગ ૪૯,૦૦૦ કરોડ રૂપિયા એવા ખાતાઓમાં પડ્યા છે. જેનુ કોઇ લેણદાર નથી. નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે મંગળવારે રાજ્યસભાને જણાવ્યું કે ગયા વર્ષે ૩૧ ડીસેમ્બર સુધીમાં બેંકો પાસે આવી રકમ ૨૪,૩૫૬ કરોડ રૂપિયા અને વીમા કંપનીઓ પાસે ૨૪,૫૮૬ રૂપિયા હતાી. આરબીઆઇએ ૨૦૧૪માં ડીપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (ડીઇએએફ) સ્કીમ બનાવી હતી. બેંકોમાં જમા જે રકમનો કોઇ લેણદાર નથી હોતો તેને ડીઇએએફને આપી દેવાની હોય છે. ડીઇએએફ આ રકમનો ઉપયોગ ડીપોઝીટરોના હિતોને પ્રોત્સાહન આપવામાં કરે છે.

બીજી બાજુ ઇન્સ્યોરંસ કંપનીઓ પોલીસી હોલ્ડર્સની એવી રકમને સીનીયર સીટીઝન વેલફેર ફંડમાં દર વર્ષે ટ્રાન્સફર કરી દે છે. જેનો દસ વર્ષથી વધારે સમયથી કોઇ લેણદાર ના હોય.

આ એસસીડબલ્યુએફનો ઉપયોગ સીનીયર સીટીઝરના વેલફેરને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે બેંકોને આવા ખાતાઓના ખાતાધારકો અંગે ભાળ મેળવવા વધારે અસરકારક પ્રયત્નો કરવા કહેવાયું છે, જેનો કોઇ લેણદાર નથી હોતો.

(10:27 am IST)