Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોરોનાએ એરલાઇન્સને લગાવ્યો આર્થિક ફટકો

ઇન્ડિગો ખોટના ખાડામાં : પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૩૧૭૯ કરોડની ખોટ : રોજનું ૩૫ કરોડનું નુકસાન

નવી દિલ્હી તા. ૨૮ : ઈન્ડિગો એરલાઈન્સની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબએવિએશનની એધ્રિલ-જૂન કવાર્ટરની નેટ ખોટ વધીને રૂ. ૩૧૭૪ કરોડ થઈ હતી. કોરોનાના સેકન્ડવેવને કારણે ફલાઈટ બંધ હોવાથી કંપનીને ખાસ્સું નુકસાન થયું છે. ગત વર્ષે આ ગાળામાં કંપનીની ખોટ રૂ. ૨૮૪૪ કરોડ હતી. માર્ચ કવાર્ટરમાં કંપનીની નેટ ખોટ રૂ. ૧૧૪૭ કરોડ હતી.

કંપની પાસે ૨૭૭ પ્લેન છે. ઈન્ડિગોની કુલ આવક ૧૭૭ ટકા વધીને રૂ. ૩૧૭૦ કરોડ થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં રૂ. ૧૧૪૩ કરોડ હતી. માર્ચના કવાર્ટરમાં આવક ૨૬૨૨૩ કરોડ હતી, જેની સામે ૫૨%નો ઘટાડો થયો છે. એબિટા લોસ રૂ. ૧૩૬૦ કરોડ રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ. ૧૪૨૧ કરોડ હતો. એબિટા માર્જિન ૪૫.૨ ટકા રહ્યું હતું. ઈન્ડિગોનું ફ્રી કેશ બેલેન્સ ઘટીને રૂ. ૫૬૨૧ કરોડ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં રૂ. ૭૫૨૮ કરોડ હતું. જોકે કેશ ફલો ૫ ટકા વધીને ૨૧૧,૪૪૭ કરોડ થયો હતો. નેટ ડેટ રૂ. ૩૧,૬૯૦ કરોડ રહ્યું હતું. ફયૂઅલ કોસ્ટ ૬૭.૩ ટકા વધ્યો હતો. કંપનીનો કુલ ખર્ચ ૫૯ ટકા વધીને રૂ. ૬૩૪૪ કરોડ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં રૂ. ૩૯૮૬ કરોડ હતો.

એરલાઈને મહત્તમ રોજની ૧૨૬૨ ફલાઈટ ટેક-ઓફ કરાવી હતી. જયારે ઓછામાં ઓછી ૩૧૮ ફલાઈટની ઊડાન ભરાવી હતી. કંપનીના સીઈઓ રંજન દત્તાએ કયું હતું કે કોરોનાને કારણે કામગીરી પર ગંભીર અસર થઈ હતી.

(10:33 am IST)