Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મુંબઈનાં અંધેરી વિસ્તારમાં 4 માળની ઈમારત ઘરાશાયી થતા 5 લોકોને ઈજા

મુંબઈ :ગઈકાલે રાત્રે મુંબઇના અંધેરી વિસ્તારમાં ચાર માળનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઇના અંધેરી વિસ્તારમાં ગઈકાલે રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

   આ અગાઉ પણ ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોટો અકસ્માત સર્જાયો હતો જેમાં મુંબઈના ગોવંડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા બિલ્ડિંગ ધરાશાયી થવાને લીધે સાત લોકો ઈજાગ્રસ્ત થયા , જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

(11:36 am IST)