Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

બીજા ગ્રહોમાં વસતિ હોવાની નિશાની સમાન ' એલિયન ' : 2017 ની સાલ પહેલા આકાશમાં જોવા મળેલ ઊડતી રકાબી અને ધુમ્રસેર સમાન એલિયન વિષે જાણવા હાર્વર્ડના ખગોળશાસ્ત્રીઓની મથામણ : આકસ્મિક અથવા કાલ્પનિક દંતકથાઓમાંથી પરગ્રહની નિશાની કે સંસ્કૃતિ વિષે શોધ કરવા ' ગેલિલિયો પ્રોજેક્ટ ' હાથ ધરાયો

યુ.એસ. : આકાશમાં જોવા મળેલ ઊડતી રકાબી અને ધુમ્રસેર સમાન એલિયન વિષે જાણવા હાર્વર્ડના ખગોળશાસ્ત્રીઓ  મથામણ  કરી રહ્યા છે. એક વિચિત્ર જણાતો તેવો આ અવકાશ પ્રોજેક્ટ કે જે સંભવત નભોમંડળની બીજી બાજુ સમાન છે. તે ખગોળશાસ્ત્રીઓ માટે રહસ્ય છે . આ રહસ્ય  સૌ પ્રથમ 2017 ની સાલ પહેલા જોવા મળ્યું હતું . તેના વિષે સંશોધન કરવા હાર્વર્ડ ખગોળશાસ્ત્રી એવી લોએબ કાર્યરત છે.

લોએબના પ્રોજેક્ટ ' ઓમુઆમુઆ ' મુજબ આ એલિયન એક સ્મોકિંગ ગન સમાન છે. કે જે અન્ય સંસ્કૃતિની ટેક્નોલોજી હોઈ શકે . તથા બીજા ગ્રહમાં વસતિ છે તેની નિશાની રૂપે આપણને મોકલેલ પ્રતીક હોય તેવું લાગે છે. તેવી માન્યતા તેઓએ ભારપૂર્વક રજૂ કરી છે.

આ વિષે વધુ જાણકારી માટે તેમણે  હાર્વર્ડમાં એક નવું ગ્રુપ ઉભું કર્યું છે.જેને ' ગેલિલિયો પ્રોજેક્ટ '  નામ આપવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ આકસ્મિક અથવા કાલ્પનિક દંતકથાઓમાંથી પરગ્રહની નિશાની કે સંસ્કૃતિ વિષે શોધ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

લોએબે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા તેના પુસ્તક  “એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ: ધી ફર્સ્ટ સાઇન ઓફ ઇન્ટેલિજન્ટ લાઇફ બિયોન્ડ અર્થ ' માં આ વિષે રજૂ કરેલા સિદ્ધાંતને આગળ ધપાવવા ઘણા શ્રીમંત રોકાણકારો તેમના સંપર્કમાં આવ્યા . કે જેઓએ સાયન્સના મત મુજબ આ પ્રોજેક્ટ આગળ ધપાવવા 1.75 મિલિયન ડોલરનું ડોનેશન આપ્યું.

 ખગોળશાસતી લોએબ બહારની દુનિયાના સંસ્કૃતિના - માત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલો જ નહીં - ફિઝિકલ પુરાવા શોધવાનું ઇચ્છે છે. તેમણે યુએસએ ટુડેને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અવકાશની કોઈપણ બાબત કે જે વિચિત્ર લાગે છે, તે અંગે આપણે રોકેટ પર કેમેરા મોકલીને અને તેની નજીકના ફોટોગ્રાફ લઈને જાણવું જોઈએ.

પેન્ટાગોનના યુએપી દૃશ્યોની તપાસ માટે વધુ વૈજ્ઞાનિક  અભિગમ અપનાવવા તેમણે અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો આપણને કોસ્મિક બ્લોક ઉપર તેજસ્વી પુરાવા મળે તો સૃષ્ટિમાં આપણું સ્થાન ક્યાં છે તે જાણવા ઉપરાંત  એકબીજા ગ્રહો વિષેના પરસ્પરિક સબંધો અંગે પણ આપણે વિચારી શકીએ તેવું ફ્યુચરીઝમ દ્વારા જાણવા મળે છે.

(12:00 pm IST)