Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

માર્ચ 2020 પછી અનાથ થયેલા તમામ બાળકોને પી.એમ.કેર ફંડમાંથી સહાય આપવી જોઈએ : માત્ર કોવિદ -19 ના કારણે જ અનાથ થયા હોય તે જરૂરી નથી : કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાતી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ન રહેતા લાભાર્થી સુધી પહોંચવી જોઈએ : સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે ગઈકાલ મંગળવાર મૌખિક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે માર્ચ 2020 પછી અનાથ થયેલા તમામ બાળકોને પી.એમ.કેર ફંડમાંથી સહાય આપવી જોઈએ. આ બાળકો માત્ર કોવિદ -19 ના કારણે જ અનાથ થયા હોય તે જરૂરી નથી .

કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કોર્ટને માહિતી આપી હતી કે પીએમ કેર યોજનામાં એવા બાળકોનો સમાવેશ થાય છે કે જેમણે માતાપિતા, અથવા એકલા હયાત માતાપિતા અથવા કાનૂની વાલી અથવા દત્તક લેનારા માતાપિતા બંને ગુમાવ્યા છે.

આથી જસ્ટિસ એલ નાગેશ્વરા રાવ અને એસ રવિન્દ્ર ભટની ખંડપીઠે કહ્યું કે આ યોજના, જે 23 વર્ષની ઉંમર સુધીના અનાથ બાળકોને 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવાનું વિચારે છે  તેમાં કોવિડ સમયગાળા દરમિયાન અનાથ બનેલા તમામ બાળકોને આવરી લેવી જોઈએ.

ખંડપીઠે ટકોર કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી  યોજનાઓ માત્ર કાગળ ઉપર જ ન રહે પરંતુ લાભાર્થી સુધી પહોંચે તે જોવું પણ જરૂરી છે.

(1:49 pm IST)