Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મંત્રીઓ બાદ હવે સરકારી બાબુઓ પર લટકી રહી છે તલવાર : મોદી સરકાર દ્વારા પર્ફોમન્સ રિવ્યુ શરૂ

અવર સચિવ સ્તરના અધિકારીઓના પ્રદર્શનની સમીક્ષા શરૂ કરાઇ

નવી દિલ્હી, તા. ર૮ : ગત સપ્તાહ કાર્મિક મંત્રાલય દ્વારા શરુ કરવામાં આવેલી સમીક્ષાના આધાર પર અંડર પરફોર્મિગ અવર સચિવોને એક કાર્યકાલ જ્ઞાપન માધ્યમથી હટાવી શકાય છે. કેન્દ્ર સરકારે પ્રદર્શનના માપદંડ ગણાવતા કેન્દ્રીય સચિવાલય સેવાઓ અને ૫૦ વર્ષથી વધારે ઉંમરના અવર સચિવ સ્તરના અધિકારીઓના પ્રદર્શનની સમીક્ષા શરુ કરી દીધી છે.  ઉલ્લેખનીય છેકે સરકારે મૌલિક નિયમ (એફઆર) ૫૬૦૧ (એલ) અને સીસીએસ(પેન્શન) નિયમ, ૧૯૭૨ના નિયમ ૪૮ અંતર્ગત સચિવ સ્તરના અધિકારીઓની સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.

નક્કી માપદંડો અનુસાર મોટી સંખ્યામાં રજા લેનારા અધિકારી, ઈમાનદારી/ શંકાસ્પદ સંપત્તિ, લેણદેણ/ ભ્રષ્ટાચાર અથવા ખરાબ ચિકિત્સા સ્વાસ્થ્ય રેકોર્ડ પર શંકાના દાયરામાં આવનારા અધિકારીઓને રજા આપી શકાય છે. સમીક્ષાને નિયંત્રિત કરનારા નિયમો સ્પષ્ટ રુપથી આ નિર્ધારિત કરે છે કે સરકારી કર્મચારી જેમને સત્યનિષ્ઠા શંકાસ્પદ છે જે અપ્રભાવી જોવા મળ્યા છે. તેમને સેવાનિવૃત્ત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે સમીક્ષા માટે પાયાગત આદેશ ઓગસ્ટ ૨૦૨૦માં જારી કર્યા હતા. આ જોયા બાદ નક્કી કરાશે કે તેમને નોકરી પર રાખવા છે કે નહીં. જોકે જે લોકો એક વર્ષની અંદર નિવૃત્ત થઈ રહ્યા છે તેમને નિવૃત નહીં કરાય. આ માપદંડ હેઠળ કર્મચારીઓના સંપૂર્ણ સેવા રેકોર્ડ પર વિચાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે પ્રત્યેક અવર સચિવના સંબંધમાં સીએસએસ(પેન્શન) નિયમ, ૧૯૭૨ના એફઆર ૫૬ ઓ અને નિયમ ૪૮ હેઠળ જાણકારી માંગી છે. વિભાગો અને મંત્રાલયોને હાર્ડ કોપીમાં અથવા એક નિર્દિષ્ટ ઈમેલના માધ્યમથી નિર્ધારિત પ્રો ફોર્મમાં ૧૫ કોલમમાં ડેટા / ઈનપુટ આપવાનું રહેશે. મંત્રાલયો અને વિભાગોએ આને લઈને નિર્દેશ જારી કર્યા છે કે સમીક્ષા ફોર્મમાં કોઈ પણ કોલમ ખાલી ન છોડવામાં આવે.

સરકારે ગત વર્ષે સ્પષ્ટ કર્યુ હતુ કે આ નિયમો અંતર્ગત સરકારી કર્મચારીઓને સમય પહેલા સેવા નિવૃતિ કોઈ દંડ નથી. આ ફરજીયાત સેવાનિવૃત્તિથી અલગ છે. જે સીસીએસ નિયમો હેઠળ નિર્ધારિત દંડમાંથી એક છે. સરકારે સમીક્ષા અભ્યાસ શરુ કરતા પહેલા સ્પષ્ટ કર્યું હતુ કે ઉપયુકત પ્રાધિકારીને નિયમો હેઠળ સરકારી કર્મચારીઓને સેવા નિવૃત્ત કરવાનો પૂર્ણ અધિકાર છે. જો એમ કરવું જનહિતમાં જરુરી છે તો. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે જો આ સમીક્ષા બાદ કોઈ અધિકારીને સેવા નિવૃત્ત કરાય છે. તો અધિકારીને ઓછામાં ઓછા ૩ મહિનાનો નોટિસ અથવા ૩ મહિનાનું વેતન તથા ભથ્થુ પ્રદાન કરાશે.

મંત્રાલયો અને વિભાગોમાં એક રજિસ્ટર બનાવવી રાખવા કહેવામાં આવ્યું હતુ. જે અંતર્ગત કવારની શરુઆતમાં નિયમિત રુપથી તેની તપાસ કરી શકાય જેથી સરકારી કર્મચારીઓના સમય પહેલા સેવાનિવૃત્તિની સમીક્ષા સમય પર પુરી થઈ શકે. જો કોઈ અધિકારી સમીક્ષા પ્રક્રિયાને મંજૂરી આપે છે કોઇ સરકાર પર આવા કોઈ મામલાની ફરી સમીક્ષા કરતા કોઈ રોકી ન શકે.

(2:54 pm IST)