Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વર્લ્ડ હેપેટાઇટીસ ડે

હેપેટાઇટીસ-સીમાં દારૂનું સેવન જોખમ વધારેઃ ભારતમાં ઝડપથી વધી રહ્યો છે કેસ

નવી દિલ્હીઃ ભારતમાં હેપેટાઇટીસ-સીના કેસ વધુ જોવા મળી રહયા છે. તેને સાયલંટ કીલર પણ કહેવાય છે, કેમ કે તે કોઇ લક્ષણ વગર વર્ષો સુધી સક્રીય રહે છે અને તેના લક્ષણ ગંભીર સ્થિતીમાં જ દેખાય છે. ભારતમાં કેસનો દર ૦.૫-૧ ટકા છે. તેનો યોગ્ય ઇલાજ ન કરવાથી સિરોસિસ અને કેન્સર પણ થઇ શકે છે. હેપેટાઇટીસ-સી દરમિયાન દારૂનું સેવન મુખ્યરૂપે લીવર કેન્સર અને સિરોસિસનું કારણ બને છે. એક શોધમાં આ રોગના દર્દીઓ માટે દારૂને વધુ જોખમકારકના રૂપમાં જોવામાં આવ્યો છે. જે લોકો ૧૦ વર્ષથી વધુ સમયથી દરરોજનો ૮૦ મીમીથી વધુ દારૂ પીવે છે તેમને લીવર કેન્સર થવાની સંભાવના પાંચ ગણી વધુ હોય છે. પંજાબમાં દારૂનું ચલણ વધુ છે અને લોકડાઉન બાદ કેસની સંખ્યા દર મહિને વધીને ૮૦૦-૯૦૦ થઇ ગઇ છે. મોહાલીની મેકસ હોસ્પિટલના ડો.ગૌતમ ગોયલ મુજબ હેપેટોસેલુલર કાર્સિનોમા દુનિયાભરમાં લીવર કેન્સરનું સામાન્ય રૂપ છે. ભારતમાં તેના કેસ ઝડપથી વધી રહયા છે. તે સામાન્ય રીતે ૪૦ થી ૭૦ વર્ષની વચ્ચેના લોકોમાં જોવા મળે છે અને એડવાન્સ સ્ટેજમાં જ તેની ખબર પડે છે ત્યારબાદ તેમના જીવવાના વર્ષો ૨ જેટલા જ રહે છે.

(4:00 pm IST)