Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સમય મર્યાદા 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડાઈ: રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે : જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા વધારીને 400 વ્યક્તિઓ ની કરાઈ : ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો

રાજકોટ તા.૨૮ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી  1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ  રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો  છે તે  31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

 આ  8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ   રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજયમાં હાલ જાહેર સમારંભો  ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની  મર્યાદા છે તે  તારીખ 31  જૂલાઈ થી  વધારીને 400  વ્યક્તિઓ ની કરવામાં આવી છે. આવા  કાર્યક્રમોનું   જો બંધ હોલમાં  આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400  વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં  વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો  નિર્ણય  આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.

કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિમંત્રી આર. સી. ફળદુ, વનમંત્રી ગણપતસિંહ વસાવા, ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્ય મંત્રીના અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

(8:07 pm IST)