Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

કોરોનાનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ ૧૨ ટકાને વટાવી ગયો

કેરળમાં કોરોનાના વધતા કેસે ચિંતા વધારી : રસીકરણમાં દેશમાં ટોચ પર છતાં કેરળમાં સંક્રમણ વધ્યું

 

થિરૂવનંતપુરમ, તા.૨૮ : દેશમાં કોરોના વાયરસનો વધતો ગ્રાફ ફરી એકવાર ટેન્શન આપી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૩,૬૫૪ નવા કેસ નોંધાયા છે જ્યારે ૬૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આમાં અડધાથી વધુ ૨૨,૧૨૯ કેસ તો ફક્ત કેરળના છે. કેરળમાં ૨૯મી મે પછી એક દિવસમાં સૌથી વધુ ચેપગ્રસ્તોની સંખ્યા નોંધાઈ છે. રસીકરણમાં ટોચનું સ્થાન હોવા છતાં કેરળમાં રોગચાળાના નવા કેસોમાં વધારા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં રસીની તીવ્ર અછત થઈ ગઈ છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં રસીકરણ ઝુંબેશ સ્થગિત કરવી પડી છે. કેરળમાં અત્યાર સુધીમાં ,૮૭,૦૦,૦૦૦ લોકોને રસી આપવામાં આવી છે.

કેરળમાં એક દિવસમાં કોવિડ-૧૯ના નવા ૨૨,૧૨૯ કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૩૩,૦૫,૨૪૫ થઈ ગઈ છે. નવા દર્દીઓમાં ૧૧૬ આરોગ્ય કર્મચારીઓ છે. ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીપીઆર)ફરીથી ૧૨ ટકાને વટાવી ગયો છે. ટીપીઆર પરીક્ષણ કરેલા કુલ નમૂનાઓમાંથી સકારાત્મક કેસોનું પ્રમાણ છે. ટીપીઆર કોઈ વિસ્તારમાં કોવિડના ફેલાવાનો દર જણાવે છે. ડબ્લ્યુએચઓ અનુસાર તે ટકાથી ઓછું હોવું જોઈએ.

આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૬ દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને ૧૬,૩૨૬ થઈ ગયો છે. સરકારી આંકડા મુજબ ૧૩,૧૪૫ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થતાં રીકવર્ડ લોકોની સંખ્યા ૩૧,૪૩,૦૪૩ થઈ ગઈ છે. રાજ્યના પાંચ જિલ્લામા સંક્રમણના ૨૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ મલાપ્પુરના ૪૦૩૭, ત્રિશુરના ૨૬૨૩, કોઝિકોડના ૨૩૯૭, એર્નાકુલમના ૨૩૫૨ અને પલક્કડના ૨૧૧૫ કેસનો સમાવેશ થાય છે. ઉપરાંત કોલ્લમાં ૧૯૧૪, કોટ્ટાયમાં ૧૧૩૬, તિરુવંતપુરમમાં ૧૧૦૦, કન્નૂરમાં ૧૦૭૨ અને અલપ્પુઝામાં ૧૦૬૪ કેસ સામે આવ્યા છે.

કેરળમાં મલપ્પુરમ, કોઝિકોડ, ત્રિશુર, કોટ્ટાયમ, વાયનાડ અને કાસરગોડમાં છેલ્લા ૩૦ દિવસમાં ચેપનો ગ્રાફ વધ્યો છે. સ્થિતિ ત્યારે છે જ્યારે કેરળના ૧૪. ટકા લોકોએ રસીના બંને ડોઝ લાગી ગયા છે. વાયનાડ અને કાસરગોડમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છું. તેમાંથી ૭૫ ટકાને પ્રથમ ડોઝ જ્યારે ૨૫ ટકાએ બંને ડોઝ આપવામાં આવ્યા છે.

રસીના અભાવને કારણે કેરળને રાજધાની તિરુવનંતપુરમ સહિત ઘણા જિલ્લાઓમાં રસીકરણ બંધ કરવું પડ્યું છે. આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે મોટાભાગનાં રાજ્યોમાં રસી પૂરી થઈ ગઈ છે. કેરળના આરોગ્યમંત્રી એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું, 'અમારી પાસે રસીનો સ્ટોક શૂન્ય છે. આગામી કેટલાક દિવસો માટે રસીકરણ ડ્રાઇવ નહીં હોય.'

મુખ્યમંત્રીએ કહ્યું કે કેરળમાં એન્ટી કોવિડ રસીની તીવ્ર અછત છે. તેમણે કહ્યું કે, કેરળ એક એવા રાજ્યો છે જ્યાં રસીકરણ અભિયાન ખૂબ અસરકારક રીતે લાગુ કરવામાં આવ્યું છે. સાથે મુખ્યમંત્રીએ પણ સ્વીકાર્યું કે રાજ્ય રોગચાળો સામે લડવામાં પડકારોનો સામનો કરી રહ્યું છે. મુખ્યમંત્રીએ રસીના પુરવઠાના વિષય પર કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા પર પણ નિશાન સાધ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે, દક્ષિણ રાજ્યમાં પૂરા પાડવામાં આવતી રસીમાંથી ૧૦ લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

વિજયને વિધાનસભામાં કહ્યું, 'જ્યારે મંત્રીએ પ્રકારનું નિવેદન આપ્યું હતું, ત્યારે રાજ્યમાં એન્ટી કોવિડ -૧૯ રસીના માત્ર પાંચ લાખ ડોઝ બચ્યા હતા. વર્તમાન પરિસ્થિતિ છે કે આપણે રસીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છીએ. સત્ય છે.

(7:56 pm IST)