Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

હોટશોટ માટે સંપર્ક કરાયો હોવાનો અભિનેત્રી સેલિના જેટલીનો ઈનકાર

રાજ કુંદ્રાની એપ માટે અભિનેત્રી સેલિના જેટલીનો સંપર્ક કરવામાં આવ્યાની ચર્ચા : અભિનેત્રી સેલિના જેટલીના પ્રવક્તાએ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા

નવી દિલ્હી, તા.૨૮ : બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનો આરોપ છે.

કારણે તે વિવાદમાં છે. અત્યાર સુધીમાં કેસમાં અનેક ખુલાસા થઈ ચુક્યા છે. ગત સપ્તાહે એવી અફવા સામે આવી હતી કે, અભિનેત્રી સેલિના જેટલીને રાજ કુંદ્રાની એપના પ્રોજેક્ટ માટે એપ્રોચ કરવામાં આવી હતી. ત્યારે હવે અભિનેત્રી સેલિના જેટલીના પ્રવક્તાએ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા છે. સેલિના જેટલીના પ્રવક્તાએ જણાવ્યું કે, સેલિનાને શિલ્પા શેટ્ટીની જેએલ સ્ટ્રીમ્સ માટે એપ્રોચ કરવામાં આવી હતી, જે પ્રોફેશ્નલ્સ માટે એક ડિસેન્ટ ઈન્ફ્લુએન્સર એપ છે. સેલિનાને હોટશૉટ માટે એપ્રોચ નહોતી કરવામાં આવી. તેને વિશે ખબર પણ નથી.

વધુમાં જણાવ્યું કે, શિલ્પા સેલિનાની એક સારી મિત્ર છે. બંને સારા સંબંધો શેર કરે છે, માટે સેલિનાને જોઈન કરવા માટે ઈન્વાઈટ કરવામાં આવી હતી. જ્યારે એપ લોન્ચ થઈ તે સમયે સેલિના બીજા કમિટમેન્ટ્સમાં બિઝી હતી માટે જોઈન નહોતી કરી શકી. ફક્ત સેલિના નહીં, બોલિવુડની અન્ય અભિનેત્રીઓને પણ તે એપ માટે એપ્રોચ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૯ જુલાઈના રોજ રાજની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પહેલા કલાક સુધી રાજની પુછપરછ કરી હતી અને બાદમાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરેલો. કોર્ટે કુંદ્રાને ૨૭ જુલાઈ સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલેલ. મંગળવારે પોલીસે કુંદ્રાને કિલા કોર્ટમાં રજૂ કરેલ અને કોર્ટે રાજને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધેલો.

(8:00 pm IST)