Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

વડાપ્રધાન મોદીએ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો : ટ્વિટર પર ફોલોઅર્સનો આંકડો7 કરોડને પાર પહોંચ્યો

પીએમ મોદી સોશિયલ મીડિયા પર દુનિયાના સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક: સતત વધતી લોકપ્રિયતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આજે તેમના Twitter હેન્ડલ પર 70 મિલિયન એટલે કે 7 કરોડ ફોલોઅર્સનો આંકડો પર થઇ ગયો છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર દુનિયાના સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક છે અને તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. વર્ષ 2009માં પીએમ મોદીએ ટ્વીટરનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2010માં તેમના 1 લાખ ફોલોઅર્સ થઇ ગયા હતા. 2011માં તેમને 4 લાખ ફોલોઅર્સનો આંકડો પર કરી દીધો હતો.

 વડાપ્રધાન મોદી તેમના ફોલોવર્સ સાથે સંપર્ક સાધવા અને રાજકીય નિવેદનો આપવા માટે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તેમના ફેસબુક પ્રોફાઇલ અને યૂટ્યૂબ ચેનલ દ્વારા વડાપ્રધાન મોદીના સંદેશ દર્શકો વચ્ચે મોટા સ્તરે પહોંચે છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, મહિલા સુરક્ષા અને જુદા-જુદા અભિયાન માટે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

કોરોના વાઇરસથી બચાવ માટે પીએમ મોદીએ આ માધ્યમનો પણ પૂરતો ઉપયોગ કર્યો છે. 2018માં એક આંતરરાષ્ટ્રીય સર્વેએ પીએમ મોદીને વિશ્વના ટોચના ત્રણ નેતાઓમાં સ્થાનમાં આપ્યું છે.

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા 129.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે ટોચના સ્થાને છે. તેમના ઉત્તરાધિકારી અને પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પણ લગભગ 84 મિલિયન ફોલોઅર્સ હતા. પરંતુ બાદમાં તેમનું ટ્વીટર હેન્ડલ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદી બીજા સ્થાને આવી ગયા. એવામાં હવે બારાક ઓબામા બાદ પીએમ મોદીના જ સૌથી વધુ ફોલોઅર્સ છ

(10:51 pm IST)