Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

છેલ્લા 3 વર્ષમાં 2 કરોડ હૅક્ટર પાક બરબાદ : આ વર્ષે સૌથી વધુ ગુજરાતમાં નુકશાન થયું

કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં માહિતી આપી

નવી દિલ્હી :  લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં તોમરે કહ્યું કે 2020-21 માં 66.65 લાખ હેક્ટરમાં પાકને મોટું નુકશાન થયું હતું. જોકે ચાલુ વર્ષની 27 જુલાઈ સુધઈમાં પૂર, વાવાઝોડા કે વરસાદને કારણે 2.024 લાખ હેક્ટર વિસ્તારનો પાક ખરાબ થયો છે.

2021 માં કુદરતી હોનારતને કારણે સૌથી વધારે પાકને નુકશાન ગુજરાતમાં થયું છે તોમરે કહ્યું કે 2021 માં કુદરતી હોનારતને કારણે સૌથી વધારે પાકને નુકશાન ગુજરાતમાં થયું છે ત્યાર બાદ કેરળ, મહારાષ્ટ્ર, યુપી, કર્ણાટક, ઓડિશા અને ગોવાનો નંબર આવે છે.

મંત્રીએ કહ્યું કે કુદરતી હોનારતના કિસ્સામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં રાહત પગલાં ભરવામાં આવ્યાં છે. નિયત કાર્યપ્રણાલી અનુસાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી પણ વધારાની સહાય આપવામાં આવી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરફથી જારી થયેલા આંકડા અનુસાર, 21 જુલાઈ 2021 સુધી દેશભરના રાજ્યોમાં કુલ 2.024 કરોડ હેક્ટર પાકને નુકશાન થયું છે જેમાં મધ્યપ્રદેશમા સૌથી વધારે પાક બર્બાદ થયો છે. 2018-19 માં મધ્યપ્રદેશમાં 60.47 લાખ હેક્ટર, 2019-20 માં 6.68 લાખ હેક્ટર એટલે કે કુલ 67.15 લાખ હેક્ટરમાં વવાયેલા પાક બર્બાદ થયો છે

(12:20 am IST)