Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમેરિકાનો ચીનને વધુ એક ઝટકો : પીપલ્સ લિબરેશન આર્મી સમર્થિત 24 કંપનીઓ ઉપર બાન

વોશિંગટન : અમેરિકા અને ચીન વચ્ચેના મતભેદો વધુ ઉગ્ર બની રહ્યા હોવાનું જાણવા મળે છે.ખાસ કરીને સાઉથ ચાઈના સી , હોંગ કોંગ તથા તાઇવાન મુદ્દે આમને સામને આવી ગયેલા બંને દેશ વચ્ચે વ્યાપાર યુદ્ધ વધી રહ્યું છે.જે મુજબ અમેરિકાએ તાજેતરમાં અમેરિકામાં વ્યવસાય કરતી પરંતુ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સમર્થિત 24 કંપનીઓ ઉપર બાન મૂકી દીધો છે. હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વિશેષમાં જણાવાયા મુજબ આ કંપનીઓ હવે અમેરિકામાં વ્યવસાય કરી શકશે નહીં.તેમજ તેની સાથે જોડાયેલા તમામ લોકોની જાંચ કરવામાં આવશે . તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:34 am IST)