Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

" અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) : બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવનિયુક્ત ચેરમેન તરીકે બીજી પેઢીના યુવા સર્જન સુશ્રી સજની શાહની નિમણુંક : 2020-21 ની સાલ માટે જવાબદારી સંભાળશે

શિકાગો : " અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવનિયુક્ત ચેરમેન તરીકે બીજી પેઢીના યુવા સર્જન સુશ્રી સજની શાહની નિમણુંક થઇ છે. તેઓ  2020-21 ની સાલ માટે જવાબદારી સંભાળશે જે માટે હું ગૌરવ અનુભવું છું તેવું પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલાગડ્ડાએ જણાવ્યું હતું  .
ડો.સજની શાહે 12 જુલાઈના રોજ પ્રથમ વર્ચ્યુઅલ સમિટ દરમિયાન AAPI ના બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ પદનો હવાલો સંભાળ્યો હતો. ડો.અમી બક્ષીએ પ્રેસિડન્ટ તરીકે અને ડો. કિંજલ સોલંકીએ એએપીઆઈ એમએસઆરએફ પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા હતા. આ તકે  વિદાય સંદેશામાં બી.ઓ.ટી. અધ્યક્ષ ડો.સીમા અરોરાએ જણાવ્યું હતું કે, “હું આવનારા ત્રણ પ્રમુખ ટ્રસ્ટીઓ - ડો. જગદીશ ગુપ્તા, ડો. રઘુ લોલાભટ્ટુ અને ડો. વી.રંગા તથા નવનિયુક્ત પ્રેસિડન્ટ ડો.એસ.વી. સુધાકર જોનાલાગડ્ડા અને આવનારા બી.ઓ.ટી. અધ્યક્ષ,ડો.સજની શાહ અને સમગ્ર ટીમને  ભાવિમાં AAPI ને વધુ ઉંચાઇ પર લઈ જવા શુભેચ્છા પાઠવું છું.

(8:56 pm IST)