Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રિયા ચક્રવર્તીએ પોતાના તથા તેના પરિવાર ઉપર જીવનું જોખમ હોવાનો ઇન્સ્ટાગ્રામ ઉપર વીડિયો શેર કર્યો..

સુશાંતસિંહ રાજપૂત કેસ માં સુશાંતસિંહ ના પિતાએ રિયા ને હત્યારી કહીને તેના દીકરાને લાંબા સમયથી ઝેર અપાતું હોવાનો આક્ષેપ કરેલ બાદ રિયા એ વીડિયો શેર કર્યો

નવી દિલ્હી : સુશાંતસિંહ રાજપૂત કેસમાં ચર્ચિત બનેલ રિયા ચક્રવર્તી એ ઇન્સ્ટગ્રામ ઉપર વીડિયો શેર કર્યો છે. તાજેતર માં સુશાંતસિંહના પિતાએ રિયાને હત્યારી કહીને તેના દીકરાને લાંબા સમય થી ઝેર અપાતું હોવાનો આક્ષેપ કરેલ હતો ત્યારબાદ રિયાએ વીડિયો શેર કરતા ચર્ચા જાગી છે.

           સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનું નામ સૌથી વધારે ચર્ચિત રહ્યું છે. ત્યારે તેનું વોટ્સએપ ચેટિંગ પણ વાયરલ થયું છે. જેમાં ડ્રગ્સ લેવાની વાત પણ સામે આવી છે. સુશાંત કેસમાં હવે ડ્રગ એંગલની પણ તપાસ હોવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં હવે રિયા ચક્રવર્તી નો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓએ પોતાના અને પોતાના પરિવારને માથે જીવનું જોખમ ગણાવ્યું છે. રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે જે વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રિયા ચક્રવર્તી એ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે,

આ મારી બિલ્ડીંગનો કમ્પાઉન્ડ છે. વીડિયોમાં આ શખ્સ મારા પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી (રિટાયર્ડ આર્મી ઓફિસર) છે. અમે લોકો ઇડી, સીબીઆઇ અને અન્ય તપાસ એજન્સીઓને કોર્પોરેટ કરવા માટે ઘરમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યાં છીએ. મને અને મારા પરિવારને માથે જીવનું જોખમ છે. અમે સ્થાનીય પોલીસ સ્ટેશનને જાણકારી આપી છે અને ત્યાં ગયા પણ હતાં, પરંતુ કોઇ જ મદદ મળી નહીં. અમે તપાસ એજન્સીઓને પણ આ મામલે વાત કરી હતી પરંતુ કોઇ જ મદદ મળી નહીં. આ પરિવાર કેવી રીતે જીવિત રહી શકે? અમે માત્ર મદદ માંગી રહ્યાં છીએ કે તપાસ એજન્સીઓની સાથે સહયોગ કરી શકે. અમે મુંબઇ પોલીસ પાસેથી સુરક્ષાની માંગ કરીએ છીએ કે જેથી અમે તપાસ એજન્સીઓની સાથે સહયોગ કરી શકીએ. કોવિડનાં આ સમયમાં બેસિક કાયદા વ્યવસ્થા સંબંધી નિયમોનું પાલન કરવાની જરૂરિયાત છે. ધન્યવાદ.

રિયા ચક્રવર્તી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે તેના ઘરની બહાર પત્રકારોની ભારે ભીડ જમા થઇ ગઇ છે. તેના આ વીડિયો પર વધારે રિએક્શન આવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, “તેના દીકરાને ખૂબ લાંબા સમયથી ઝેર પીવડાવવામાં આવી રહ્યું હતું.તેઓએ રિયાને હત્યારીસુધી કહ્યું. એક ન્યુઝ એજન્સીને જણાવ્યાં અનુસાર થયેલી વાતચીતમાં કેકેસિંહે કહ્યું હતું કે, “રિયા મારા દીકરાને ઘણા લાંબા સમયથી ઝેર પીવડાવી રહી હતી. તે હત્યારી છે. તપાસ એજન્સીએ રિયા અને તેના સહયોગીઓને કોઇ પણ જાતના વિલંબ વગર ધરપકડ કરે અને તેઓને સજા અપાવે.

(12:00 am IST)