Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

રેપનો ખોટો કેસ દાખલ કરનારી મહિલા ફસાઈ, કોર્ટે ફટકાર્યો ૨૫ હજારનો દંડ

દેશમાં ઘણી મહિલાઓ એવી પણ જે જેઓ પોતાના વુમન કાર્ડનો ખોટો ઉપયોગ કરી સાચા પુરૂષોને ફસાવે છે

મુંબઇ,તા.૨૮ : બોમ્બે હાઈકોર્ટે એક મહિલા પર પોતાના પરૂષ મિત્ર સામે રેપનો ખોટો કેસ દાખલ કરવાને લઇ તેને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહિલાએ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે, તે આ મામલાને આગળ લઇ જવા માગતી નથી. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ વીજી બિષ્ટની બેંચે મંગળવારે મહિલાને મહારાષ્ટ્ર પોલીસ કલ્યાણ કોષમાં ૪ અઠવાડિયાની અંદર ૨૫ હજાર રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. બેંચે કહ્યું કે, જો દંડ ભરવામાં આવ્યો નહીં તો પુરુષ સામે દાખલ કરવામાં આવેલી જ્ત્ય્ ને ફગાવવાનો તેઓ આદેશ પરત થઇ જશે.

મહિલાએ ૧૬ માર્ચના રોજ પોતાના પુરુષ મિત્રની સામે પાલઘર જિલ્લાના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી હતી કે તેને નશીલો પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ગયા મહિને ફરિયાદકર્તાએ મામલાને ફગાવવા માટે હાઈકોર્ટનો માર્ગ અપનાવ્યો અને કહ્યું કે તેણે પરિવારના દબાણમાં આવીને કેસ દાખલ કરાવ્યો હતો.

મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે, તેના પુરૂષની સાથે સંબંધ છે, પણ જયારે તેના પરિવારને આ બાબતે જાણ થઇ તો તેણે સ્ટોરી બનાવી દીધી કે પુરૂષે તેનો બળાત્કાર કર્યો છે. અરજીનો વિરોધ કરતા અતિરિકત સરકારી વકીલ અરૂણા કામત પાઇએ કહ્યું કે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને તેના પર આરોપપત્ર દાખલ કરશે. તેણમે કહ્યું કે, જો કોર્ટ FIR રદ્દ કરવા માગે છે તો મહિલા પર ભારે દંડ ફટકારવામાં આવવો જોઇએ.

કોર્ટે આ દલીલને સ્વીકારતા કહ્યું કે, અમારા વિચારે અરજીકર્તાનો મામલો માત્ર એના પર સ્વીકારી શકાય નહીં કે તેના પરિવારના સભ્યોના દબાણમાં આવીને તેણે ફરિયાદ દાખલ કરાવી હતી. કોર્ટે કહ્યું કે, કારણ કે અરજીકર્તા તેની ફરિયાદને આગળ નથી લઇ જવા માગતી તો અમે ફરિયાદને રદ્દ કરીએ છીએ પણ એ શરત પર કે અરજીકર્તા મહારાષ્ટ્ર પોલીસ કલ્યાણ ફંડમાં ૪ અઠવાડિયાની અંદર ૨૫ હજાર રૂપિયા જમા કરાવે.

ઉલ્લેખનીય છે કે, જયારે દેશમાંથી આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે ત્યારે ખરેખર રેપનો શિકાર થયેલી મહિલાને શંકાની નજરથી પણ જોવામાં આવે છે કે તેણે કદાચ ખોટો કેસ દાખલ કરાવ્યો હશે. હા એ વાત સાચી છે કે, દેશમાં ઘણી મહિલાઓ એવી પણ જે જેઓ પોતાના વુમન કાર્ડનો ખોટો ઉપયોગ કરી સાચા પુરૂષોને ફસાવે છે.

(11:10 am IST)