Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ઓપરેશન બાદ ડોકટર મહિલાના પેટમાં જ ભૂલી ગયા ટુવાલઃ લગાવી દીધા ટાંકા

પટણા,તા. ૨૮: બિહારના ગયામાં એક ડોકટરની મોટી લાપરવાહી સામે આવી છે. આરોપ છે કે ડોકટરે ઓપરેશન દરમિયાન ૨૧ વર્ષની મહિલાના પેટમાં ટુવાલ ભૂલી ગયા. મીરા દેવી નામની મહિલાને પ્રસવ પીડા થયા બાદ ખિઝરસરાય વિસ્તારના એક ખાનગી કલીનિકમાં ભરતી કરવામાં આવી હતી.

૨૯ જુલાઈના રોજ ડોકટરે મહિલાનું ઓપરેશન કર્યું. ત્યાર બાદ દુખાવો ઓછો થવાને બદલે મહિલાની તકલીફ વધી રહી હતી. ઓપરેશન બાદ તેનો દુખાવો સતત વધી રહ્યો હતો. પરિવારના લોકો મહિલાને બીજા ખાનગી કલીનિકમાં લઈ ગયા તો ત્યાં ડોકટરે સિટી સ્કેન કરવાની સલાહ આપી. સિટી સ્કેનના રિપોર્ટ જોઈને ડોકટર ચોંકી ગયા કેમ કે મહિલાના પેટમાં એક જગ્યા પર કંઈક સામાન દેખાઈ રહ્યો હતો.

ડોકટરોએ ફરી વખત ઓપરેશન કર્યું અને મહિલાના પેટમાંથી ટુવાલ નીકળ્યો. આ ટુવાલનો ઉપયોગ સામાન્ય રીતે ડોકટર ઓપરેશન દરમિયાન કરતા હોય છે. ડોકટરના મતે દર્દીની હાલત નાજુક છે અને સતત લોહીની જરૂર પડી રહી છે. બીજી તરફ મહિલાના પરિવારજનોએ પહેલા ઓપરેશન કરનારા ડોકટર સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડોકટરની આવી બેદરકારીને કારણે મહિલાનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો.

(11:12 am IST)