Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પેટ્રોલની વધતી કિંમતોએ ફરી તોડી સામાન્ય માણસની કમર

નવી દિલ્હી, તા.૨૮: પેટ્રોલની કિંમતમાં શુક્રવારે ફરી એક વાર ૦૯-૧૧ પૈસાનો વધારો કરાયો છે. આ પહેલાં ૩૦ જુલાઈએ દિલ્હી સરકારે ડીઝલના ભાવમાં ૮.૩૬ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેનાથી દિલ્હીમાં ડીઝલના ભાવ ૭૩.૫૬ રૂપિયા પ્રતિ લિટર થયા હતા.

દિલ્હી - પેટ્રોલ ૭૩.૫૬ રૂપિયા અને ડીઝલ ૮૧.૯૪ રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ - પેટ્રોલ ૮૦.૧૧ રૂપિયા અને ડીઝલ ૮૮.૫૮ રૂપિયા પ્રતિ લિટર

કોલકત્તા- પેટ્રોલ ૭૭.૦૬ રૂપિયા અને ડીઝલ ૮૩.૪૩ રૂપિયા પ્રતિ લિટર

ચેન્નઈ -  પેટ્રોલ ૭૮.૮૬ રૂપિયા અને ડીઝલ ૮૪.૯૧ રૂપિયા પ્રતિ લિટર

આ આધારે બદલાય છે પેટ્રોલ અને ડીઝલની કિંમત

વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર આવે છે. પેટ્રોલ  અને ડીઝલના ભાવમાં એકસાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ ડબલ થાય છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.

(11:41 am IST)