Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

દિલ્હી સહિત દેશમાં ૧૦૦ સ્થળોએ એક સાથે ભયાનક બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર આઈએસ જેહાદીએ ઘડ્યુ હતુ

અબુ યુસુફના મોબાઈલમાંથી માહિતી મળી : 'થીમા ગ્રુપ'ના નામે ચેટીંગ કરતા

નવી દિલ્હી, તા.૨૮ : દેશમાં ફરી એક વખત છવાયેલા આતંકી હુમલાના પડછાયા વચ્ચે દિલ્હીમાંથી જે ઈસ્લામીક સ્ટેટ (આઈએસ) ત્રાસવાદી સંગઠનના આતંકી અબુ યુસુફ અને તેના અફઘાનીસ્તાનમાં બેસેલા હેન્ડલરે ફકત દિલ્હી કે અયોધ્યાના નિર્માણ થઈ રહેલા રામમંદિર જ નહી પરંતુ ભારતમાં વિવિધ ૧૦૦ સ્થાનો પર આતંકી હુમલાનું ષડયંત્ર બનાવ્યું હતું અને તમામ સ્થળો પર એક જ સાથે બોમ્બ ધડાકા કરીને દેશને હચમચાવવાનો મનસુબો રાખ્યો હતો.  માર્ચ માસમાં દિલ્હીમાં જામીયાનગરમાંથી ઝડપાયેલા આતંકી જહાંજેબ અને તેની પત્ની હિનાની જે પુછપરછ થઈ તેમાં હાલમાં જ સ્પે. સેલ દ્વારા ઝડપાયેલા અબુ યુસુફ પોલીસને દોડી ગયા હતા અને યુસુફના બે મોબાઈલ ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનાથી તેના સંદેશાઓ ચેટીંગ વિ.ની માહિતી મળી હતી. દિલ્હી સ્પે. સેલના એક વરિષ્ઠ અધિકારીએ દર્શાવ્યું કે આઈએસ સંગઠને ભારતમાં સામુહિક રીતે ૧૦૦દ્મક વધુ સ્થળો પર હુમલાનું ષડયંત્ર તૈયાર કર્યુ હતું અને દરેક સ્થળે ફકત એક જ વ્યકિતને આખરી ટાર્ગેટની ખબર હોય તે રીતે હુમલાની તૈયારી હતી.

આ તમામ એક 'થ્રીમા ગ્રુપ' ના નેજા હેઠળ ચેટીંગ કરતા હતા જેમાં દિલ્હીની તિહાડ જેલમાં જેવા રહેલા આતંકી અબ્દુલ્લા વાસીત અને અફઘાનમાં રહેલા ભારતના આઈએસ ચીફ એ ભારતમાં તમામ સ્થળો બાકી ન રહી જાય તે રીતે વિસ્ફોટ માટેની તૈયારી કરી હતી જયાં દિલ્હીમાં અને અન્ય સ્થળોએ સી.એ. એ વિરોધી દેખાવમાં જે યુવકો સામેલ હતા તેનો સ્લીપર સેલ તરીકે ઉપયોગ થયાનો હતો તેઓને જેહાદના નામે ઉશ્કરવાના હતા.

(12:02 pm IST)