Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

યુપીમાં યુરીયા ખાતર કૌભાંડમાં ૧૪ સામે એફઆઇઆર

લખનૌ,તા. ૨૮: જીલ્લામાં લાખો રૂપિયાના યુરિયા ખાતર કૌભાંડના પડો એક પછી એક ખુલવા લાગ્યા છે. યુરિયા કૌભાંડમાં મંત્રીઓ, દુકાનદારો જ નહીં પણ કેટલાક ખેડૂતો પણ સામેલ છે. પત્રિકાઓ સૌ પહેલા આ કૌભાંડના સમાચારો પ્રકાશિત કર્યા હતા. કલેકટર દ્વારા રચવામાં આવેલ સમિતિમાં અનિયમિતતાની પુષ્ટિ થયા પછી ૧૪ લોકો વિરૂધ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

યુરિયા ખાતરના કાળાબજારના સમાચારો પત્રિકાઓ છાપ્યા પછી પ્રશાસન જાગ્યું અને કલેકટર રાજેશકુમારે ખાતરના ૨૦ મોટા ખરીદનારાઓની તપાસ માટે એક કમિટી બનાવી. તપાસમાં ખુલાસો થયો કે આ કૌભાંડમાં ફકત સાધન સહકારી સમિતીના મંત્રીઓ અને ખાનગી વિક્રેતાઓ જ નહીં પણ ખેડૂતો પણ સામેલ છે. તપાસમાં જાણવા મળ્યું કે આઠ ખેડૂતોએ હજારો ગુણી યુરીયાની ખરીદી કરી છે. જેમાં ત્રણ મંત્રીઓ, ત્રણ ખાનગી દુકાનદારો પણ સંકળાયેલા હતા. આ ચૌદે ચૌદ લોકો સામે એફઆઇઆર નોંધાઇ છે. હજુ તપાસ ચાલુ છે અને માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ વધુ નામો ખુલવાની શકયતા છે.

(12:51 pm IST)