Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ICMR બીજો દેશવ્યાપી સીરો સર્વેનો પ્રારંભ કરશે

કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉન કેટલું સફળ રહ્યું ? તે અંગેનો કરાશે સર્વે

નવી દિલ્હી તા. ૨૮ : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશવ્યાપી કોરોના વાયરસ સીરો સર્વેના બીજા ચરણની શરૂઆત કરી દીધી છે. તેનો હેતુ એ જાણવાનો છે કે લોકડાઉન દરમિયાન મેમાં આયોજીત સર્વેના બાદથી કેટલાક લોકો ભારતીય સંક્રમણના સંપર્કમાં આવ્યા છે.

આ વાતની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં બીજો સીરો સર્વેના પરિણામ સામે આવશે તેનાથી એ પણ માલુમ પડશે કે કેટલા લોકોમાં કોરોના એન્ટીબોડી રહેલા છે.

પ્રથમ સીરો સર્વે આઇસીએમઆર નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગો અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સાથે મળીને કર્યો હતો. પ્રથમ સર્વેમાં સામેલ કરેલા ૨૧ રાજ્યોમાં અંદાજે ૬૯ જિલ્લામાંથી અંદાજે ૨૪ હજાર સેમ્પલ એકત્ર કરવામાં આવશે અને તેનું પરીક્ષણ કરવામાં આવશે તેની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

આઇસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું, આઇસીએમઆરના બીજા રાષ્ટ્રીય સીરો સર્વે કરવા જઇ રહ્યું છે તે અંગે કામ ચાલુ છે. આશા છે કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી તેને સંપૂર્ણ કરવી જોઇએ. વધુ પડતા સીરો સર્વેથી એન્ટી બોડી જણાશે. ટી-સેલ પ્રતિક્રિયાઓ વગેરેનું આ મોટા સીરો સર્વેમાં અધ્યયન કરવામાં આવી રહ્યું નથી.

સીરો સર્વે દરમિયાન કોરોના વિરૂધ્ધ આઇજીજી એન્ટીબોડીની ઉપલબ્ધતાની તપાસ માટે લોહીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવશે. સીરો સર્વે આ નિર્ધારીત કરવા માટે પણ મહત્વપૂર્ણ એ છે કે શું રોગ સામુદાયિક સંચરણ ચરણમાં પ્રવેશ કરી ચૂકયું છે.

(12:52 pm IST)