Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી થશે

એર ઇન્ડિયાના કર્મચારી જીન્સ, ટી-શર્ટ નહી પહેરી શકે : ડ્રેસ કોડ નક્કી

સ્લીપર, સેન્ડલ, ફાટેલા જુના જીન્સ અને પારદર્શી કપડામાં નહી રહી શકે

નવી દિલ્હી તા. ૨૮ : રાષ્ટ્રીય હવાઇ કંપની એર ઇન્ડિયાએ તેમના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નિર્ધારિત કર્યું છે. કર્મચારીઓને ટી-શર્ટ અને જીન્સ પહેરવા અને અસ્તવ્યસ્તના લીધે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ૨૫ ઓગસ્ટે જાહેર કરેલા એક સર્કયુલરમાં એર ઇન્ડિયાએ કહ્યું કે, કર્મચારી દરેક વખતે યોગ્ય અને વ્યવસ્થિત શોર્ટ, ટી-શર્ટ, પોલો, જીન્સ, સ્લીપર, સેન્ડલ, ફાટેલા જુના જીન્સ અને પારદર્શી કપડામાં ન રહે.

કપડા ચોખ્ખા અને ઇસ્ત્રી કરેલા હોવા જોઇએ. આ ઉપરાંત એર ઇન્ડિયાના કર્મચારીઓ દાઢી કર્યા વગર વિખાયેલા વાળોમાં અસ્તવ્યસ્ત નહી પરંતુ વ્યવસ્થિત રીતે જોવા મળવા જોઇએ. એવું કહેવાયું છે દરેક કર્મચારી શારીરિક રીતે ફિટ રાખે. આ આદેશોનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ ઉલ્લંઘન કરવામાં આવશે તો પ્રબંધન કાર્યવાહીનો અધિકાર રાખે છે. એર ઇન્ડિયાએ કહ્યું કે તેને વિશ્વાસ છે કે દરેક કર્મચારી સારી રીતે રહેવાનો પ્રયત્ન કરશે.

(12:53 pm IST)