Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

શહેરમાં કોરોનાનું તાંડવ યથાવતઃ વધુ ૩૭ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસ ૨૯૩૭: ગઇકાલે ૩૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

રાજકોટ, તા.૨૮: શહેરમાં આજે બપોરે  સુધીમાં ૩૭  રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક ૨૯૩૭એ પહોંચ્યો છે. ગઇકાલે ૩૫ દર્દીઓને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ ૧૫૨૪ થતા રિકવરી રેટ ૫૨.૫૫ ટકા  થયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૭ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૨૯૩૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫૩૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૨.૫૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૨૨૭૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૨૭ ટકા થયો  હતો. જયારે ૨૮ દર્દીઓને સાજા થયા હતા.

આજ સુધીમાં કુલ૫૪,૯૮૬કોરોના ટેસ્ટ થયા છે. જેમાંથી ૨૯૩૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૫.૨૭ ટકા થયો છે.

(3:59 pm IST)