Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કીડી - મકોડાવાળા સ્પ્રેના કેમિકલથી કોરોના ભાગશે !

કોરોના અંગે વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી તા. ૨૮ : કીડી-મકોડાને મારનાર દવાઓમાં જોવા મળતો એક સક્રિય પદાર્થ કોવિડ -૧૯ માટે જવાબદાર કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડી શકે છે. બ્રિટનની ડિફેન્સ લેબોરેટરીએ કરેલા અભ્યાસમાં આ દાવો કર્યો છે. ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી (DSTL) ના વૈજ્ઞાનિકોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મોસી-ગાર્ડ (મચ્છર મારનારી દવા) જેવી જંતુનાશક દવાઓમાં સક્રિય પદાર્થ, સિટ્રિયોડિઓલમાં એન્ટિવાયરલ લક્ષણો જોવા મળ્યા હતા જયારે પરીક્ષણ સપાટી પર તેઓ ફલૂઇડ તબક્કામાં વાયરસની સાથે મિશ્રિત કરાયા.

અધ્યયનના અપ્રકાશિત પરિણામો અનુસાર, 'મોસી ગાર્ડ સ્પ્રે અથવા પસંદ કરેલા કેમિકલની સાથે વાયરસ સસ્પેન્શનને મિશ્રિત કરવાથી SARS-CoV-2માં ઘટાડો જોવા મળ્યો હતો.' જો કે, તે સ્પષ્ટતા નથી થઇ કે આ સ્પ્રે વારંવાર હાથ ધોવા કે આલ્કોહલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરીને વાયરસથી બચાવાના ઉપાય સિવાય કોઇ અંતર પેદા કરી શકે કે નહીં.

સીટ્રિઓડિયોલ યુકાલિપ્ટસ સિટ્રિઓડોરા ઝાડના પાંદડા અને ડાળીઓમાંથી મળે છે અને તે ડીટનો કુદરતી વિકલ્પ હોવાનું કહેવામાં આવે છે જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટેનો બીજો પદાર્થ છે. સૈન્ય નિષ્ણાતોએ પ્રયોગ માટે બે પદ્ઘતિઓ અપનાવી. જયારે પ્રવાહીના ટીપાં તરીકે સીધા વાયરસ પર લાગુ કરવામાં આવ્યા ત્યારે તે પ્રથમ પદ્ઘતિએ ઉત્પાદનની એન્ટિવાયરલ પ્રવૃત્તિનું મૂલ્યાંકન કર્યું. તે જ સમયે, બીજી રીતે, ઉત્પાદનને લેટેકસથી બનેલી 'સિંથેટિક ત્વચા' પર લાગૂ કરીને આકારણી કરવામાં આવી હતી.અભ્યાસમાં જાણવા મળ્યું કે એક મિનિટના ફલૂઇડ સસ્પેંશન પરીક્ષણમાં જોવા મળ્યું કે જો વિષાણુને ફલૂઇડ તબક્કામાં મિશ્રિત કરવામાં આવે તો મોસી ગાર્ડમાં SARS-CoV-2 ઇંગ્લેન્ડ-૨ આઇસોલેટના વિરૂધ્ધ વિષાણુ રોધી ગતિવિધિ કરે છે. લેટેકસ પરકરાયેલા અભ્યાસમાં એ પણ વાત સામે આવી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓ પોતાના પ્રારંભિક પરિણામ એ આશા સાથે શેર કરી રહ્યા છે કે તેના પર વધુ અનુસંધાન કરાશે.

(3:02 pm IST)