Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ટીવી ચેનલના સીવીલ સેવામાં લઘુમતી સમાજના ઉમેદવારીની પસંદગી અંગેના રિપોર્ટથી હોબાળો

આઇપીએસ એસોસીએશને આકરી ટીકા કરી

નવી દિલ્હી, તા. ર૮:  સીવીલ સેવાઓમાં મોટી સંખ્યામાં મુસ્લીમોના આવવા સંબંધી ટીવી ચેનલના કાર્યક્રમના પ્રચાર કલીપ ઉપર વિવાદ છેડાયો છે. જામીશા મિલીયા ઇસ્લામીયા અને સેવારત અને નિવૃત નૌકરશાહી સહિત અને લોકોએ લઘુમતી સમાજના આ પ્રકારના સુદર્શન ટીવીના રીપોર્ટની નિંદા કરી છે.

આઇપીએસ એસોસીએશને જણાવેલ કે સુદર્શન ટીવી ધર્મના આધારે સીવીલ સેવાઓમાં પસંદગી અભ્યર્થીયોને નિશાન બનાવતા ખબર ચલાવી રહ્યું છે. અમે સાંપ્રદાયીક અને ગેરજવાબદાર પત્રકારત્વની નિંદા કરીએ છીએ.

જેએમઆઇના જનસંપર્ક અધિકારી અહમદ અઝીમે જણાવેલ કે અમે શિક્ષણ ખાતાને પત્ર લખી સમગ્ર મામલાથી વાકેફ કર્યા છે. અને કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુદર્શન ચેનલે ફકત જેએમઆઇ અને એક સમુદાયની વિશેષની છબી ખરાબ કરવા પ્રયાસ કરેલ. ઉપરાંત યુપીએસસીની છાપ બગાડવાની પણ આ કોશીશ છે.

(3:06 pm IST)