Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સીરીયામાં અમેરિકા-રશીયાના સૈન્ય વાહન અથડાયા : અમેરિકી સૈનિકો ઘાયલ

રશીયા સરકારી સેનાનું જયારે યુએસ કુર્દ લડાકુઓનું સમર્થન

બગદાદ, તા. ર૮ :  ઉત્તરી સીરીયામાં અમેરિકી અને રશીયાની બખ્તર બંધ ગાડીઓ વચ્ચે થયેલ ટક્કરમાં બંને દેશોએ એક-બીજા ઉપર આરોપ લગાડેલ. ઘણા અમેરિકી સૈનિકો ઘાયલ થયેલ. રશીયાની એક વેબસાઇટે આ ખબર મુકી હતી.

રશીયાના જણાવ્યા મુજબ અમેરિકીએ તેમને ચોકીમાં રૂકાવટ નાખેલ તેઓ સુરક્ષા ઝોનમાં ઘુસી ગયેલ. જયારે બંને વચ્ચે આ વિસ્તારમાં ન જવા નકકી થયેલ.

જયારે વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ ચાલકદળને સામાન્ય ઇજાઓ થઇ છે. આ ઘટનાની ખબર બુધવારે આવેલ. સીરીયામાં બંન્ને દેશો વચ્ચે સતત વાતચીત થતી રહે છે. પણ આ પ્રકારનો ટકરાવ ન બરાબર છે.

રશીયા અહીં સીરીયાની સરકારી સેનાનું સમર્થન કરે છે જયારે અમેરિકી સ્થાનીક કુર્દ લડાકુઓની સાથે છે. ર૦૧૧થી ચાલી રહેલ ગૃહ યુદ્ધથી સીરીયા પરેશાન છે.

અમેરિકાની નેશનલ સિકયોરીટી કાઉન્સીલે જણાવેલ કે રશીયાનું સૈન્ય વાહન અમેરિકાના બારૂદી સુરંગ પ્રતિરોધ વાહન સાથે ભટકાતા અમારા સૈનિકોને ઇજા થયેલ. જયાં આ ઘરના બનેલ ત્યાં પ૦૦ અમેરિકી સૈનિકો હાજર હતા. જણાવાય રહ્યુ છે કે ચાર અમેરિકી સૈનિકોને માથામાં ઇજા થઇ છે. આ અકસ્માત મંગળવારે સવારે ૧૦ વાગ્યા આસપાસ પૂર્વાતર સીરીયાના ડેરેક નજીક ગશ્ત દરમિયાન થયેલ.

(3:06 pm IST)