Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

૩૦મી સુધી મધ્ય ભારત ઉપર અને ૩૧મીથી ગંગાના મેદાની વિસ્તારોમાં ચોમાસુ સક્રીય

પૂર્વ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ, ઉતરાખંડમાં વરસાદ પડશેઃ સ્કાયમેટ

નવીદિલ્હીઃ નેઋત્યનું ચોમાસુ આજથી ૩૦મી સુધી મધ્ય ભારત ઉપર અને ૩૧મીથી ગંગાના મેદાની વિસ્તારોમાં સક્રીય રહેશે. સ્કાયમેટ દ્વારા પૂર્વ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત (સૌરાષ્ટ્ર- કચ્છ) સામાન્યથી ૫૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જો કે સૌરાષ્ટ્ર- કચ્છમાં સામાન્યથી ૧૨૫ ટકા વધુ વરસાદ પડી ગયો છે.

સ્કાયમેટે જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ્સ પશ્ચિમ અને ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહયું છે અને મોનસૂનટ્રફ પણ સિસ્ટમ્સની આસપાસ જ ફરી રહી છે. આગામી ત્રણ-  ચાર દિવસ મધ્ય અને તેની સાથે ગંગાના ક્ષેત્રોમાં સિસ્ટમ્સની અસર જોવા મળશે. આગામી ૨૪ થી ૪૮ કલાક દરમ્યાન મધ્યપ્રદેશના મધ્ય અને પશ્ચિમ ભાગોમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે. ત્યારબાદ પણ વરસાદી એકટીવીટી જોવા મળશે. આ સિસ્ટમ્સ પશ્ચિમી ઉત્તર પશ્ચિમ દીશામાં આગળ વધશે.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદની ગતિવિધીમાં વધારો આવશે. રાજસ્થાનની સાથે પૂર્વ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, બરોડા, અમદાવાદ, મહેસાણા, પાટણ, બરોડા, રાજકોટ, નલીયામાં પણ વરસાદ પડશે.

મહારાષ્ટ્રમાં ઉત્તરના ભાગોમાં વરસાદની સંભાવના છે. જયારે ઉત્તર ભારતમાં આગામી ૨૪ થી ૪૮ કલાક પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલમાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસશે. જયારે જમ્મુ- કાશ્મીરમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખૂબ સારો વરસાદ પડશે. બિહારમાં આજે અને કાલે મધ્યમ, સિકકીમમાં અમુક જગ્યાએ વરસાદ પડશે.

(3:07 pm IST)