Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પતિથી છાનામાના ઉધારીમાં ખરીદીએ ક્રૂરતા!

પત્નિએ ફરિયાદ કરેલી કે ધણી રુપીયા દેતો ન હતો એટલે કપટ આદર્ર્યુ! : ટ્રાયલ કોર્ટના લગ્નવિચ્છેદ પ્રકરણમાં ઉત્તરાખંડ હાઇકોર્ટે પણ દાખવી સંમતિ

નવી દિલ્હી, તા.૨૮: ઉત્તરાખંડ હાઇકોર્ટ એ એક ચુકાદો આપ્યો છે કે કર્યા વગર જ બીજા પાસેથી વ્યાજે પૈસા લેવા, ઉધારીમાં ખરીદી કરવી, ઘરના ઘરેણાં અને કિંમતી સમાન ચોરી કરવી, પતિ ઉપર ખોટા આરોપ લગાડવા, વગેરે જેવી બાબતોને ક્રુરતાની શ્રેણીમાં ગણવામાં આવે છે. દહેરાદૂનના જસ્ટિસ નારાયણ સિંહ ધનિક અને જસ્ટિસ રવિ મલીમથ એ એક ચુકાદો આપ્યો છે જેમાં કહ્યું છે કે જેમાં રાજેશ ગૌડ નામના એક વ્યકિતએ તેની પત્ની વિરોધ ક્રૂરતાનો કેસ દાખલ કરીને છૂટાછેદની અરજી પણ કરી છે, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૯૯માં તેમના લગ્ન થયા ત્યારબાદ ૨૦૧૪માં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. પતિએ આરોપ લગાવ્યો છે કે ઘરની કિંમતી વસ્તુઓ ગાયબ થઇ રહી છે જેમાં ઘરેણાં, રોકડ રકમ ગાયબ થઇ રહી છે. આ ઉપરાંત મારી જાણ બહાર લોકો પાસેથી ઉધારીના પૈસા લેવામાં આવે છે જેને લીધે ઉધારી વસૂલવા માટે મને ધમકી ભર્યા ફોન આવે છે. જેના લીધે અહીં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. સમગ્ર બાબતે જજે બંને જજની પેનલે ચુકાદો આપ્યો છે કે પતિની જાણ બહાર આ પ્રકારના કૃત્ય ક્રુરતાની શ્રેણીમાં આવી શકે છે.

૧૦ લાખ વ્યાજે લીધા હતા

પત્ની તરફથી લેખિતમાં નિવેદન લેવામાં આવ્યું ત્યાંથી કેસની શરૂઆત માનવામાં આવી છે. જોકે પત્નીએ એ વાત પણ સ્વીકારી હતી કે તેને ૧૦ લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી, જેના માટે પત્ની અનિતા એમ પણ જાહેર કર્યું હતું કે પતિ ઘર ખર્ચ માટે પૈસા આપતો ન હતો. તો પતિના બીજા સાથે આડ સબંધ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

પત્નિએ પતિની સામે કોઈપણ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહી છે

હાઇકોર્ટે જણાવ્યું છે કે પતિને જણાવ્યા વગર જ વ્યાજે રૂપિયા લીધા હતા, ઉપરાંત ક્રેડિટ ઉપર ખરીદી પણ થયેલી છે. ઘરની કિંમતી વસ્તુઓ ચોરી થાય તેના માટેના અનેક આરોપો પત્ની ઉપર લગાવવામાં આવ્યા હતા, સામે પત્ની તરફથી આરોપ વિરોધ કોઈ સાબિતી સામે આપી શકાય નથી આથી છૂટાછેડાની અરજીને માન્ય રાખવામાં કોઈ ભૂલ નથી.

(3:35 pm IST)